Coronavirus: કોરોના વાયરસે ફરી એકવાર લોકોને ઝપેટમાં લેવાનું શરૂ કર્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દર્દીઓના કેસ વધી રહ્યા છે. કોંગ્રેસના સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી બાદ ભાજપના નેતા કોરોનાથી સંક્રમિત થયા છે. મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ કોરોનાની ઝપેટમાં આવ્યા છે.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
ભારતમાં કોરોના કેસમાં ફરી વધારો થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 4270 નવા કેસ નોંધાયા છે અને 15 સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવક કેસ 24 હજારને પાર થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 24,052 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,24,692પર પહોંચ્યો છે. દેશમાં 4,26,28,073 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 194,09,46,157 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 11,92,427 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.
4 જૂન શનિવારે 3962 નવા કેસ અને 26 સંક્રમિતોના મોત થયા હતા.
3 જૂન શુક્રવારે 4041 નવા કેસ નોંધાયા અને 10 સંક્રમિતોના મોત થયા હતા
2 જૂન ગુરુવારે 3712 નવા કેસ અને 5 સંક્રમિતોના મોત થયા હતા.
1 જૂન બુધવારે 2745 નવા કેસ નોંધાયા અને 6 સંક્રમિતોના મોત થયા હતા.
આ પણ વાંચો.....
Booster Dose: Corbevax ના બૂસ્ટર ડોઝને DGCIની મંજૂરી, બાયોલોજિકલ ઈ એ કરી જાહેરાત
CBIએ મૃત જાહેર કરેલી મહિલા કોર્ટમાં જજ સામે હાજર થઇ, જાણો ચોંકવનારા આ મામલા વિશે