નવી દિલ્હીઃ કાશ્મીર ઘાટીમાં ગુરુવારે અલગાવવાદીઓએ બંધની જાહેરાત કરી હતી. બંધને પગલે જનજીવન પ્રભાવિત થયું હતું. સૈયદ અલી ગિલાની, મીરવાઇઝ ઉમર ફારૂખ અને મુહમ્મદ યાસીન મલિકના નેતૃત્વમાં અલગાવવાદી જૂથ જોઇન્ટ રિઝિસ્ટન્સ લિડરશીપના વરિષ્ઠ પત્રકાર શુઝાત બુખારીની હત્યા અને ઘાટીમાં સતત થઇ રહેલી નાગરિકોની હત્યાના વિરોધમાં બંધની જાહેરાત કરી હતી.

એક રિપોર્ટ્સ અનુસાર, સુરક્ષાને ધ્યાનમાં રાખીને અલગાવવાદી નેતા યાસિન મલિકની પોલીસે અટકાયત કરી હતી. નોંધનીય છે કે 14 જૂનના રોજ શ્રીનગરના પ્રેસ એન્ક્લેવમાં શુઝાતની હત્યા કરવામાં આવી હતી. તેમની સાથે તેમના બે સુરક્ષાકર્મીઓની પણ હત્યા કરાઇ હતી. બંધને પગલે દુકાનો, સાર્વજનિક ટ્રાન્સપોર્ટ, શૈક્ષણિક સંસ્થાઓએ બંધ રાખવામાં આવી હત. જોકે, શ્રીનગરમાં શહેરી વિસ્તારોમાં પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટને પગલે બંધની ઓછી અસર થઇ હતી. ઘાટીના અન્ય શહેરો અને ગામડાઓમાં બંધ જનજીવનને અસર પહોંચી છે.