Omicron Variant: સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ બૂસ્ટર ડોઝ માટે DCGI પાસે માંગી મંજૂરી

પીટીઆઇએ સત્તાવાર સૂત્રોને ટાંકીને લખ્યું હતું કે કંપનીએ મંજૂરી માંગતા કહ્યું કે દેશમાં કોવિશીલ્ડ વેક્સીનનો પૂરતો જથ્થો છે

Continues below advertisement

SII Seeks Booster Dose approval: કોરોના વાયરસ વેક્સિન નિર્માતા કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ બૂસ્ટર ડોઝ માટે ડ્રગ્સ કંન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) પાસે મંજૂરી માંગી છે. ન્યૂઝ એજન્સી પીટીઆઇના જણાવ્યા અનુસાર કંપનીએ કોવિશીલ્ડને બૂસ્ટર ડોઝ એટલે કે ત્રીજા ડોઝ તરીકે ઉપયોગ માટે મંજૂરી માંગી છે.

Continues below advertisement

પીટીઆઇએ સત્તાવાર સૂત્રોને ટાંકીને લખ્યું હતું કે કંપનીએ મંજૂરી માંગતા કહ્યું કે દેશમાં કોવિશીલ્ડ વેક્સીનનો પૂરતો જથ્થો છે અને કોરોના વાયરસના નવા વેરિઅન્ટના ખતરા વચ્ચે બૂસ્ટર ડોઝની માંગ પણ થઇ રહી છે.

ડીસીજીઆઇને મોકલવામાં આપેલી એપ્લિકેશનમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટના સરકારી અને રેગ્યુલેટરી અફેયર્સના નિર્દેશક રેગુલેટરી એજન્સીએ અગાઉથી જ એસ્ટ્રાજેનેકા ChAdOx1 nCoV-19  વેક્સિનને બૂસ્ટર ડોઝ તરીકે માન્યતા આપી છે. તેમણે અરજીમાં કહ્યું કે દુનિયા મહામારી સામે ઝઝૂમી રહી છે અને અનેક દેશોમાં કોરોનાના બૂસ્ટર ડોઝ લગાવવાની શરૂઆત કરી દીધી છે.

સતાવાર સૂત્રએ જણાવ્યું કે સિંહે અરજીમાં કહ્યું કે તમે એ વાત જાણો છો કો આપણા દેશમાં કોવિશીલ્ડ વેક્સિનની કોઇ અછત નથી અને નવા વેરિઅન્ટ આવ્યા બાદ જે લોકો બે ડોઝ લગાવી ચૂક્યા છે તેઓ બૂસ્ટર ડોઝની માંગ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આ સમયની માંગ છે અને નાગરિકોને સ્વાસ્થ્યનો અધિકાર પણ છે કે તેઓ મહામારીની સ્થિતિમાં બૂસ્ટર ડોઝથી વંચિત રહે નહીં.

 નોંધનીય છે કે કેન્દ્ર સરકારે સંસદમાં આ વાતની જાણકારી આપી હતી કે રસીકરણ પર નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપ ઓન ઇમ્યુનાઇઝેશન અને કોવિડ વેક્સિન પર રાષ્ટ્રીય નિષ્ણાંત સમૂહ બૂસ્ટર ડોઝની જરૂરિયાત અને ઔંચિત્યને લઇને વૈજ્ઞાનિક પ્રમાણો પર વિચાર વિમર્શ કરી રહ્યા છે.

 

ગાંધીનગર બાળકી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં ઐતિહાસિક ચુકાદોઃ હવસખોરને ફટકારી આજીવન કેદની સજા

 

બે દિવસ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ગામોમાં પણ ભારે વરસાદ રહશે, હવામાન વિભાગની આગાહી

 

DGCA On International Flights: 15 ડિસેમ્બરથી નહીં શરૂ થાય આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ, Omicromના ખતરા વચ્ચે થયો ફેંસલો

 

ગુજરાત કોંગ્રેસની કમાન કયા દિગ્ગજ નેતાને સોંપાશે? કોણ બનશે વિપક્ષના નેતા?

 

Continues below advertisement
Sponsored Links by Taboola