સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયામાં હવે રશિયનાની વેક્સિન સ્પુતિક-V તૈયાર કરાશે. સપ્ટેબરમાં શરૂ થશે સ્પુતનિક વેક્સિનનું પ્રોડકશન


મહારાષ્ટ્રના પૂણે સ્થિત સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયામાં હવે રશિયાની સ્પુતનિક વેક્સિન તૈયાર થશે. વેક્સિનના રશિયાના નિર્માતા રશિયન ડાયરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ ફંડ અનુસાર ભારતમાં દર વર્ષે 30 કરોડ ડોઝ તૈયાર કરવાનું લક્ષ્ય છે. આ માટે ટેકનોલોજી ટ્રાન્સફર પણ કરવામાં આવ્યું છે અને વેક્સિનનો પહેલો ડોઝ સપ્ટેમ્બર 2021 સુધી આવી જવાની શક્યતા છે.


ભારતના સૌથી મોટા વેક્સિન નિર્માતા સીરમ ઇન્સ્ટીટ્યૂટે ચીફ અદાર પૂનાવાલાએ આ મામલે જાણકારી આપતા કહ્યું કે, “મને સ્પુતનિક વેક્સિન માટે RDIFની સાથે પાર્ટનર બનાવાની ખુશી છે અને આવનાર સમયમાં લાખોની સંખ્યામાં ડોઝ તૈયાર થાય તેવી આશા છે. જેના માટે ટ્રાયલ બેન્ચની શરૂઆત સપ્ટેમ્બરમાં થશે”


તેમણે કહ્યું કે, “સ્પુતનિક વેક્સિન વધુ પ્રભાવી અને સેફ હોવાથી એ પણ જરૂરી છે કે, દુનિયાના બધા જ દેશોમાં તેની ઉપલબ્ધતા નિશ્ચિત થાય. કોરોના સંક્રમણ સામે લડવા માટે સરકાર અને આંતરાષ્ટ્રીટ સંસ્થાનોએ સાથે મળીને કામ કરવું પડશે. ઉલ્લેખનિય છે કે, સીરમ ઇન્સ્ટીટ્યૂટમાં એસ્ટ્રેજેનેકાની  કોવિશીલ્ડ તૈયાર થઇ છે.