નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના સિંગૂરમાં ટાટા નેનો પ્રોજેક્ટ માટે જમીન અધિગ્રહણ મામલે ટાટાને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. કોર્ટે સિંગૂર જમીન અધિગ્રહણને રદ્દ કરી દીધું છે. સાથે જ આદેશ આપ્યો છે કે, ખેડૂતોને 12 સપ્તાહની અંદર તેની જમીન પરત કરવામાં આવે. આ નિર્ણય લેફ્ટ માટે પણ ઝટકા સમાન છે.

ઉલ્લેખનીય છે કે, 2006માં લેફ્ટ સરકારના કાર્યકાળ દરમિયાન પ્રોજેક્ટ માટે 1000 એકર જમીનનું અધિગ્રહણ કર્યું હતું.

જોકે સુપ્રીમ કોર્ટે એ નિર્ણય આપવાનો હતો કે તત્કાલીન લેફ્ટ સરકાર દ્વારા ટાટાના પ્રોજેક્ટ માટે અધિગ્રહણ કરવામાં આવેલ જમીન કાયદા અંતર્ગત કરવામાં આવ્યું હતું કે નહીં. 2008માં કોલકાતા હાઈકોર્ટે સરકારના અધિગ્રહણને યોગ્ય ગણાવ્યું તું, જેની વિરદ્ધ ખેડૂતો તરફથી બિનસરકારી સંગઠનોએ નિર્ણય વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.

સુનવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે લેફ્ટ સરકાર પર સવાલ ઉભા કરતાં કહ્યું હતું કે લાગે છે સરકારને પ્રોજેક્ટ માટે જે રીતે જમીનનું અધિગ્રહણ કર્યું છે તે તમાશો અને નિયમ કાયાદાથી પર રહીને ખૂબ જ ઝડપથી લેવામાં આવેલ નિર્ણય હતો. સાથે જ સરકારે નક્કી કરી લીધું હતું કે આ જ પ્રોજેક્ટને જમીન દેવી છે અને જમીન અધિગ્રહણ અધિનિયમ 1894નું યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યું ન તું. ટાટાએ આ કેસને પાંચ જજોની સંવૈધાનિક બેન્ચને મોકલવાની માગ કરી હતી. જોકે સ્થિતિને ધ્યાનમાં રાખીને ટાટાએ નેનો પ્રોજેક્ટ ગુજરાતમાં લગાવ્યો હતો, પરંતુ ટાટાનું કહેવું હતું કે જમીન તે કોઈ અન્ય પ્રોજેક્ટ માટે રાખશે.