બિલાસપુરઃ છત્તીસગઢના બિલાસપુરમાં એક જ પરિવારના સાત લોકોના મોત થયા છે અને પાંચ લોકોની હાલત ગંભીર છે. ઘટનાના પગલે હાહાકાર મચી ગયો હતો.


ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ મુજબ, સીએમઓએ જણાવ્યું હોમિયોપેથિક દવા આ લોકોના મોતનું કારણ હોઈ શકે છે. કારકે આ દવા આલ્કોહોલિક હોઇ છે. અન્ય કારણો શોધવા પણ ટીમ કામે લાગી છે. સાત લોકોના મોત થઈ ચુક્યા છે અને પાંચ હોસ્પિટલમાં ભરતી છે.


આ લોકોએ કોરોનાથી બચવા આલ્કોહોલયુક્ત સિરપ પીધું હતું. જે બાદ અચાનક કેટલાક લોકોની તબિયત ખરાબ થઈ હતી અને એક બાદ એક મરવા લાગ્યા હતા.



દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી.    


એક્ટિવ કેસ 35 લાખને પાર


 દેશમાં એક્ટિવ કેસનો આંકડો 35 લાખને પાર થઈ ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે. 


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 4,12,262 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3980 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,29,113 લોકો ઠીક પણ થયા છે. 



  • કુલ કેસ-  બે કરોડ 10 લાખ 77 હજાર 410

  • કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 72 લાખ 80 હજાર 844

  • કુલ એક્ટિવ કેસ - 35 લાખ 66 હજાર 398

  • કુલ મોત - 2 લાખ 23 હજાર 168


16 કરોડથી વધારેને રસી અપાઈ


દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 16 કરોડ 25 લાખ 13 હજાર 339 ડોઝ આપવામાં આવ્યા છે.


Coronavirus Cases India:  કોરોનાના દૈનિક કેસમાં ભારતે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, દેશમાં એક જ દિવસમાં સૌથી વધુ મોત


Kerala Lockdown: દેશના વધુ એક રાજ્યએ લગાવ્યું લોકડાઉન, તાજેતરમાં યોજાઈ હતી ચૂંટણી