બેંગલુરુઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વન ડે સીરિઝનો અંતિમ અને નિર્ણાયક મુકાબલો આજે બેંગલુરુના એમ ચિન્નસ્વામી સ્ટેડિયમમાં રમાશે. બપોરે 1.30 કલાકથી મેચની શરૂઆત થશે. સીરિઝની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયાએ 10 વિકેટથી જીતી હતી. જે બાદ રાજકોટમાં રમાયેલી બીજી વન ડેમાં ટીમ ઈન્ડિયાનો 36 રનથી વિજય થયો હતો.


કેટલા વાગે થશે ટૉસ ?

ભારતીય સમય પ્રમાણે બપોરે 1.00 કલાકે ટૉસ થશે અને 1.30 કલાકથી મેચની શરૂઆથ થશે.તેથી બેંગલુરુમાં સીરિઝનો નિર્ણાયક મુકાબલો થશે. જે ટીમ મેચ જીતશે સીરિઝ તેના નામે થશે.

કઈ ચેનલ પરથી થશે ટેલિકાસ્ટ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બેંગલુરુમાં રમાનારી ત્રીજી વન ડે મેચનું લાઇવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર થશે. Star Sports 1 અને Star Sports 1 HD પરથી અંગ્રેજીમાં તથા Star Sports 3 અને Star Sports 3 HD પરથી હિન્દીમાં કોમેન્ટ્રી પ્રસારિત થશે.  આ ઉપરાંત ડીડી સ્પોર્ટ્સ પરથી પણ લાઇવ ટેલિકાસ્ટ થશે. મેચનું ઓનલાઇન સ્ટ્રીમિંગ હૉટસ્ટાર પરથી જોઈ શકાશે.

ભારતે ઓસ્ટ્રેલિયા સામે જાહેર કરેલી વન ડે ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, કેદાર જાધવ,  શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, નવદીપ સૈની, જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી

INDvAUS: રાજકોટ વન ડેમાં ઈજાગ્રસ્ત થયા હતા રોહિત શર્મા અને શિખર ધવન, ત્રીજી વન ડેમાં રમશે કે નહીં ?

INDvAUS: 4 રન બનાવતાં જ રોહિત શર્મા તેંડુલકર, ગાંગુલીને રાખી દેશે પાછળ, જાણો વિગતે

સુરેન્દ્રનગર: લીંબડી-અમદાવાદ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 5નાં મોત

સાંઈ બાબાના જન્મ સ્થાનને લઈ વિવાદ વધ્યો, આજે શિરડી બંધનું એલાન