પંજાબમાં આગામી વર્ષની શરૂઆતમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી માટે શિરોમણિ અકાલી દળે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. પ્રથમ લિસ્ટમાં અકાલી દળે 64 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ફિરોઝપુર સીટથી લોકસભા સાંસદ અને અકાલી દલના પ્રમુખ સુખબીર સિંહ બાદલ આ વખતે ચૂંટણી મેદાનમાં હશે. તેમણે માલવા વેસ્ટ ઝોનની જલાલાબાદથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.


કોને મળી ટિકિટ


પાર્ટીએ ગુરદાસપુર સીટથી ગુરબચન સિંહ બાબેહાલીને ઉમેદવાર બનાવ્યા છે. આ સિવાય અમૃતસર નોર્થથી અનિલ જોશી, અમૃતસર વેસ્ટથી ડોક્ટર દલબીર સિંહ વર્કા અને અમૃતસર સાઉથથી તલહીર સિંહ ગિલને ચૂંટણી મેદાનમાં ઉતારવાની જાહેરાત કરી છે.


અકાલી દળે લુધિયાના સેન્ટ્રલ સીટથી પ્રીતપાલ સિંહ પાલીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે લુધિયાના વેસ્ટથી મહેશિંદર સિંહ ગ્રેવાલ અને લુધિયાના ઈસ્ટથી રંજીત સિંહ ગિલને ટિકિટ આપી છે. આ સિવાય મોગા સીટથી મખન બરજિંદર સિંગ અને ફિરોઝપુર ગ્રામિણથી જોગિંદર સિંહ જિંદને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.


પાર્ટીએ ફાઝિલકા વિધાનસભા સીટથી હંસરાજ જોસાન, ફરીદકોટથી પરમબંસ સિંહ બંટી રોમાના, બરનાલા સીટથી કુલવંત સિંહ કાંટા, પટિયાલાની નાભા સીટથી કબીર દાસ અને પટિયાલાની સનૌર સીટથી હરિંદર સિંહ ચંદુમાજરાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.


ભારતે કોરોના રસીકરણમાં પાર કર્યો  75 કરોડનો આંકડો


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, દેશમાં કુલ રસીનો આંક 75 કરોડને પાર પહોંચી ગયો છે. સોમવારે જ આ આંકડો 75 કરોડને પાર પહોંચી ગયો છે.  સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'સબકા સાથ સબકા વિકાસ' મંત્રની સાથે રસીકરણ અભિયાન સતત નવા કિર્તીમાન સ્થાપિત કરી રહ્યું છે. આઝાદીનો અમૃત મહોત્સવ એટલે કે આઝાદીના 75માં વર્ષેમાં દેશે 75 કરોડ રસીકરણનો આંક વટાવી દીધો છે.



જે ગતિથી દેશમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે તેને જોતા લાગી રહ્યું છે કે, એક મહિનામાં દેશમાં 100 કરોડ લોકોને રસીનો ઓછોમાં ઓછો એક ડોઝ જરૂર મળી જશે. અત્યાર સુધી જે રસીકરણ થયું છે તેમા 75 કરોડ લોકોને એક ડોઝ મળ્યો છે અને અંદાજે 18 કરોડ લોકોને બન્ને ડોઝ મળ્યા છે.



ભારતમાં ઝડપથી ચાલી રહેલા રસીકરણ અભિયાનની પ્રશંસા WHOએ પણ કરી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની પ્રાદેશિક નિર્દેશક ડો, પૂનમ ખેત્રપાલ સિંહે ભારતમાં ચાલી રહેલા ઝડપી રસીકરણ અભિયાનની પ્રશંસા કરી છે અને શુભેચ્છા પાઠવી છે. ડો. પૂનમે કહ્યું કે, ભારતને પહેલા 10 કરોડના આંક સુધી પહોંચવા 85 દિવસ લાગ્યા હતા પરંતુ 65 કરોડથી 75 કરોડ સુધીનો આંક માત્ર 13 દિવસમાં જ પાર કરી લીધો.