મુંબઈઃ પોતાના નિવેદનોના કારણે વારંવાર ચર્ચામાં રહેતા શિવસેના નેતા સંજય રાઉતે ફરી એક વખત ચોંકવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી મુંબઈના સૌથી પહેલા અંડરવર્લ્ડ ડોન કરીમ લાલાને મળવા જતી હતી. પુણેમાં લોકમત અખબારના એક કાર્યક્રમમાં સામેલ થયેલા રાઉતે આ નિવેદન આપ્યું હતું.


કાર્યક્રમમાં તેમના પત્રકારત્વના અનુભવોની વાત કરતાં સંજય રાઉતે કહ્યું, અમે અંડરવર્લ્ડનો જે સમય  જોયો છે તેમાં ડૉન હાજી મસ્તાન મંત્રાલય પહોંચતો ત્યારે લોકો તેના સ્વાગત માટે બહાર આવતા હતા. દેશની પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી પણ મુંબઈના પહેલા ડોન કરીમ લાલાને પાયધુની વિસ્તારમાં મળવા જતા હતા. તેમણે માત્ર ઈન્દિરા ગાંધી અને અંડરવર્લ્ડની સાંઠગાંઠનો ઉલ્લેખ જ ન કર્યો પરંતુ કોંગ્રેસની વાત કરીને રાહુલ ગાંધીને શિખામણ પણ આપી.


રાઉતે કહ્યું, રાહુલ ગાંધી મનથી તો સારા નેતા છે પરંતુ તેમણે કોંગ્રેસ પાર્ટી સામે સમય આપવાની જરૂર છે. રાહુલ ગાંધીએ આશરે 15 કલાક કોંગ્રેસની ઓફિસમાં બેસવું જોઈએ. દિલ્હીમાં બેઠેલા કોંગ્રેસના નેતાઓએ સક્રિય થવાની જરૂર છે. જે પાર્ટી માટે સારું રહેશે. મહારાષ્ટ્ર તેનું ઉદાહરણ છે.

આ કાર્યક્રમમાં સામના અખબારના સંપાદક તરીકે તેમણે અનુભવો શેર કર્યા હતા. જેમાં તેમણે કહ્યું, હું તે વ્યક્તિ છું જેણે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને પણ ફટકાર લગાવી હતી.

INDvAUS: રાજકોટ વન ડે પહેલા ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ફટકો, આ ખેલાડી થયો બહાર

BJP નેતાનું વિચિત્ર નિવેદન, કહ્યું- કરન્સીની સ્થિતિ સુધારવા નોટ પર છાપો લક્ષ્મીની તસવીર