Shiv Sena Symbol News: ભારતના ચૂંટણી પંચે શનિવારે (8 ઓક્ટોબર) શિવસેનાના ચૂંટણી ચિન્હ 'ધનુષ અને બાણ'ને ફ્રીઝ કરી દીધું હતું. ચૂંટણી પંચના આ નિર્ણય બાદ શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેએ રવિવારે (9 ઓક્ટોબર) પહેલી પ્રતિક્રિયા આપી છે. આ દરમિયાન તેમણે મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળના જૂથ પર પણ આકરા પ્રહારો કર્યા હતા.


ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, "40 માથાવાળા રાવણે ભગવાન શ્રી રામના ધનુષ અને બાણને ફ્રીઝ કરી દીધા છે. મને દુઃખ તો થયું પણ ગુસ્સો એ વાતનો છે કે, તમે તમારી માતાની છાતીમાં છરો માર્યો છે. આ નિર્ણય પછી શિંદે જૂથ કરતાં ભાજપ વધુ ખુશ થશે કે જુઓ, અમે તમારી શિવસેનાને તમારા જ લોકો દ્વારા ફ્રીઝ કરી દીધી છે. હવે કેટલાક લોકો ખુદ શિવસેના પ્રમુખ બનવા ઈચ્છે છે, આ હવે વધારે પડતું થઈ રહ્યું છે.


ઉદ્ધવ ઠાકરેએ બીજું શું કહ્યું?


ઉદ્ધવે આગળ કહ્યું કે, શિવાજી પાર્કમાં દશેરા રેલી ના યોજાય તે માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા. દશેરા નિમિત્તે બે રેલીઓ યોજાઈ હતી, એક તરફ ફાઈવ સ્ટાર ઈવેન્ટ અને બીજી બાજુ સામાન્ય માણસ શિવાજી પાર્કમાં સુખી ભાખરી ખાઈને આવ્યા હતા. કોણ છે ઉદ્ધવ ઠાકરે? હું ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે છું એટલે જ મારી કિંમત છે.


ચૂંટણી પંચના પર નારાજગી વ્યક્ત કરી:


ચૂંટણી પંચના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, મને પંચના આ નિર્ણયની અપેક્ષા નહોતી. મને ન્યાયદેવતામાં વિશ્વાસ છે, અમને ન્યાય મળશે. ગઈકાલે ચૂંટણી પંચના આદેશ બાદ અમે ત્રિશૂલ, ઉગતો સૂર્ય અને મશાલના એમ ત્રણ ચિન્હો આપ્યાં છે. આ સિવાય 1. શિવસેનાએ બાળાસાહેબ ઠાકરે, 2. શિવસેના બાળાસાહેબ પ્રબોધનકર ઠાકરે અને 3. શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેએ એમ ત્રણ નામ આપ્યા છે. ચૂંટણી પંચનો આભાર, તેઓએ અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી લોકોને જણાવી. સામેના લોકોએ હજુ કશું આપ્યું નથી. અંધેરી પેટાચૂંટણી પહેલા ચૂંટણી પંચ અમને પ્રતીક અને નામ આપે.


આ પણ વાંચો..


કેજરીવાલ સરકારના મંત્રી રાજેંદ્ર પાલ ગૌતમે આપ્યું રાજીનામું, BJPએ ગણાવ્યા હતા હિંદુ વિરોધી