Shraddha Murder Case: શ્રદ્ધા હત્યાકાંડના આરોપી આફતાબ પૂનાવાલાએ પોલીસને બતાવ્યુ છે કે, શ્રદ્ધાના શરીરના ટુકડા ટુકડા કરવા માટે તેને જે હથિયાર ઉપયોગમાં લીધા તે કોઇ એક નહીં પરંતુ અનેક પ્રકારના હતા. પોલીસે છેલ્લા થોડાક દિવસોમાં 5 મોટા ચાકૂનો જપ્ત કર્યા છે, જેને તપાસ માટે ફૉરેન્સિક ટીમને મોકલી દેવામાં આવ્યા છે.  


પોલીસ સુત્રોએ કહ્યું કે, ફ્લેટમાંથી કેટલાય ચાકૂ મળી આવ્યા છે. આ ચાકૂ એકદમ ધારદાર છે, જેની લંબાઇ લગભગ 5-6 ઇંચની છે. જેને તપાસમાં મોકલી દેવામાં આવ્યા છે. ફૉરેન્સિક ટીમ જ બતાવી શકશે, આ ચાકૂઓનો ઉપયોગ શ્રદ્ધાના શરીરના ટૂકડા કરવા માટે કરવામાં આવ્યો હતો કે નહીં. ફૉરેન્સિક સાયન્સ લેબૉરેટરીમાં આફતાબ પૂનાવાલાનો પૉલીગ્રાફ ટેસ્ટ પણ થયો હતો. આફતાબની તબિયત અત્યારે ઠીક છે જો બગડશે તો તેને બાકીના દિવસોમાં બોલાવવામાં આવશે. 


શું છે મામલો - 
આફતાબ પૂનાવાલા (28) ને 12 નવેમ્બરે દિલ્હી પોલીસે મહરૌલી વિસ્તારમાં ભાડાના પોતાના ફ્લેટમાં શ્રદ્ધાની હત્યા કરવાના આરોપામાં ધરપકડ કરી લીધી હતી. પોલીસે કહ્યું હતુ કે, આફતાબે શ્રદ્ધાનુ ગળુ દબાવીને હત્યા કરી હતી, અને બાદમાં તેને ઘરમાં ફ્રિઝમાં લગભગ ત્રણ અઠવાડિયા સુધી રાખી હતી. પછી તે શરીરના ટૂકડા કરીને શહેરના જુદાજુદા વિસ્તારમાં ફેંકતો રહ્યો હતો.  


 


શ્રદ્ધાને 2 વર્ષ પહેલા જ આવી ગયો હતો અંદાજ, આફતાબ કરવા માંગે છે હત્યા, લેટર આવ્યો સામે


Shraddha Murder Case:  શ્રદ્ધાની હત્યા કર્યા પછી લાશના 35 ટુકડા કરી નાખ્યા અને તેને ફેંકી દીધા પછી, આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે, જેમાં તેની હત્યા સંબંધિત પુરાવાઓ બહાર આવવાની સંભાવના છે. આ સાથે જ શ્રદ્ધાએ મુંબઈ પોલીસમાં આફતાબ વિશે ફરિયાદ કરી હતી, જેનો ખુલાસો થયો છે. શ્રદ્ધાએ બે વર્ષ પહેલા નવેમ્બર 2020માં મુંબઈમાં આફતાબ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોતાની ફરિયાદમાં શ્રદ્ધાએ આફતાબને કહ્યું હતું કે તેના જીવને ખતરો છે.


આફતાબનો પરિવાર દિલ્હીમાં જ હાજર છે


સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આફતાબ પૂનાવાલાના પરિવારજનો દિલ્હીમાં જ છે. તેમના નિવેદનો પણ નોંધવામાં આવ્યા છે. પરિવાર વિશે જે તથ્યો સામે આવ્યા છે તેના આધારે તેમની ફરી પૂછપરછ થઈ શકે છે. શ્રદ્ધાએ વર્ષ 2020માં મુંબઈમાં ફરિયાદ નોંધાવી હતી કે આફતાબના પરિવારને ખબર હતી કે તે તેની હત્યા કરવા માંગે છે.


શ્રદ્ધાએ આફતાબના પરિવાર પર આરોપ લગાવ્યો હતો


શ્રદ્ધાએ ફરિયાદમાં લખ્યું હતું કે આફતાબ મને મારી નાંખવા માંગે છે અને મારી નાખ્યા બાદ મારા શરીરના ટુકડા કરી નાખવાની ધમકી આપે છે. તેના માતા-પિતાને પણ આ બધું ખબર છે, તેઓ પણ વીકએન્ડ પર આવે છે. મને લાગતું હતું કે તે જલ્દી લગ્ન કરશે અને મને તેના પરિવારના આશીર્વાદ પણ મળશે તે કારણે હું તેની સાથે અત્યાર સુધી રહી પરંતુ હવે હું તેની સાથે રહેવા તૈયાર નથી.


શ્રદ્ધાએ લખ્યું હતું કે તે છેલ્લા છ મહિનાથી સતત મારી સાથે દુર્વ્યવહાર અને મારપીટ કરી રહ્યો છે. તે હવે મને બ્લેકમેલ કરી રહ્યો છે. જ્યારે પણ તે મને ગમે ત્યાં જુએ છે, તે મને દુઃખ પહોંચાડે છે. તે મને ગમે ત્યારે મારી નાંખશે.