નવી દિલ્લીઃ આમ આદમી પર્ટીએ મથુરા હિંસાની તપાસ સર્વોચ્ચ અદાલતની દેખરેખમાં SIT તપાસની માંગ કરી છે.  અને આરોપ લગાડ્યો છે કે, આરોપીઓને હાઇ લેવલની સુરક્ષા આપવામાં આવેલી હતી. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હિંસા જીવ ગુમાવનાર પોલીસ અધિક્ષક મુકુલ દ્વિવેદીના પરિવારના સભ્યો સાથે ફોન પર વાત કરી હતી અને સંવેદના વ્યક્ત કરી હતી.

આપ નેતા સંજય સિંહના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળે દ્વિવેદીના ઘરની મુલાકાત લીધી હતી. આ દળમાં પાર્ટી વિધાયક નરેશ યાદવ રાજેશ ગુપ્તા અને દિનેશ મોહનિયા પણ હતા. આપના પ્રવક્ત અન પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય સિંહે સપાનું નામ લીધા વગર કહ્યું હતું કે, "મથુરામાં મહત્વની જમીન પર કબ્જો કરનાર ભૂમાફીયાઓને સુરક્ષા આપવામાં આવેલી હતી જે તપાસનો વિષય છે." વધુમાં જણાવ્યું હતું કે, "મથુરામાં જમીન પર નિયંત્રણ મેળવાનો પ્રાયસ કરનાર માફિયા શક્તિશાળી લોકોના સરંક્ષણમાં કામ કરી રહ્યા હતા.