પટણા: બિહારના મધુબની જિલ્લામાં સોમવારે યાત્રીઓથી ખીચા-ખીચ ભરેલી એક યાત્રી બસ ઉંડી ખીણમાં પલ્ટી ગઈ હતી. આ અકસ્માતના કારણે 50થી વધુ યાત્રીઓના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બસ ઉંડા ખાડાના પાણીમાં એક કલાક સુધી ડૂબી રહી હતી. જે દુર્ઘટનામાં તમામ યાત્રીઓના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અત્યાર સુધી 17 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે.


અકસ્માત પછી રાહત અને બચાવ કાર્યમાં પ્રસાશનના ઠંડા કામને કારણે સ્થાનીય લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ઘટના સ્થળે પહોંચેલા મધુબનીના ડીએમ, એસપી, ડીડીસી અને સદર એસડીઓ સહિત પ્રશાસન અને પોલીસ અધિકારીઓ પર પથ્થરમારો કરી ભગાડી મૂક્યા હતા. સ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.

જાણકારી પ્રમાણે, બેનીપટ્ટી પોલીસ સ્ટેશન અંતર્ગત બેનીપટ્ટી-પુપરી પથ પર બસેઠ ચોકની નજીક સુંદરપુર ટોલા ગામમાં 11 વાગે લગભગ એક ઓવરલોડ મિની બસ ખીણમાં પડવાના કારણે 50થી વધુ યાત્રીઓ મરવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે 17 મૃતદેહો પાણીમાંથી બહાર કાઢવામાં આવી ચૂક્યા છે. ઘટનાસ્થળ પર દસ હજાર ગ્રામવાસીઓની ભીડ જોવા મળી હતી. અને જેસીબીની મદદથી બસને બહાર કાઢવામાં આવી હતી.

બેનીપટ્ટીથી પુપરી જનાર સાગર ટ્રાવેલ્સની બસ એસએચ (સ્ટેટ હાઈવે) 52 પર બસેઠ ચોકથી એક કિમીના અંતરે સુંદરપુર ટોલા ગામની ખાઈમાં ખાબકી હતી. બસ ચાલકે અચાનક નિયંત્રણ ગુમાવવાના કારણે આ અકસ્માત થયો હતો. પાણીથી ભરેલી ખાઈમાં બસ કલાકો સુધી ડૂબી રહી હતી.