નવી દિલ્હી: 17મી લોકસભાના પ્રથમ સત્રના બીજા દિવસે ચૂંટણી જીતીને આવેલા નેતાઓએ શપથ લીધા હતા. જ્યારે એઆઈએમઆઈએમના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ સંસદના સદસ્યના શપથ લીધી ત્યારે ત્યા હાજર ભાજપના સાંસદોએ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવ્યા હતા.


આ જોઈ સાંસદ ઓવૈસીએ ઈશારા-ઈશારામાં કહ્યું કે વધારે જોરથી નારા લગાવો. જ્યારે નારા લગાવવાનો અવાજ ઓછો થયો ત્યારે તેમણે ઉર્દૂમાં શપથ લીધા હતા. ઓવૈસીએ શપથ લીધા બાદ 'જય ભીમ', 'અલ્લાહુ અકબર', 'જય હિંદ'ના નારા લગાવ્યા હતા.

ભાજપના નેતાઓની નારેબાજી પર ઓવૈસીએ સંસદની બહાર કહ્યું, સારી વાત છે મને જોઈને તેમને યાદ તો આવી. સારૂ હોત જો તેમને સંવિધાન અને મુઝફ્ફરપુરના બાળકોના મોતની પણ યાદ હોત. મુઝફ્ફુરપુરમાં ચમકી બુખારના કારણે અત્યાર સુધીમાં 108 બાળકોના મોત થયા છે.