નવી દિલ્હીઃ દિલ્હીના વર્તમાન પોલીસ કમિશનર અમૂલ્ય પટનાયકની નિવૃતિ બાદ પોલીસ કમિશનર તરીકે એસએન શ્રીવાસ્તવની નિમણૂક કરવામાં આવી છે. ગૃહ મંત્રાલયે પોલીસ કમિશનર બનાવવા માટે મંજૂરી આપી દીધી છે. દિલ્હીમાં હિંસા વચ્ચે તેમની નિમણૂક દિલ્હીમાં સ્પેશ્યલ પોલીસ કમિશનર (લો એન્ડ ઓર્ડર) તરીકે કરવામાં આવી છે. આ અગાઉ તે જમ્મુ-કાશ્મીરમાં સીઆરપીએફમાં તૈનાત હતા.


નોંધનીય છે કે એસએન શ્રીવાસ્તવ AGMUT 1985 બેન્ચના આઇપીએસ અધિકારી છે. વર્તમાન પોલીસ કમિશનર અમૂલ્ય પટનાયક 29 ફેબ્રુઆરીના રોજ નિવૃત થઇ રહ્યા છે. ત્યારબાદ તે એક માર્ચથી દિલ્હીના પોલીસ કમિશનરની જવાબદારી સંભાળશે.

એસએન શ્રીવાસ્તવ અંગે કહેવામાં આવે છે કે તે મુશ્કેલ પરિસ્થિતિઓમાં જલદી અને ઝડપી નિર્ણય લેવામાં માહેર છે. તેમની ગણના એક કડક અને હોશિયાર અધિકારીમાં થાય છે. જ્યારે તે દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલમાં વિશેષ પોલીસ કમિશનરની જવાબદારી સંભાળી રહ્યા હતા તે સમયે તેમને દિલ્હીમાં આઇપીએલ મેચમાં ફિક્સિંગનો ખુલાસો કર્યો હતો. જમ્મુ  કાશ્મીરના સ્પેશ્યલ ડીજીના પદ પર રહેલા શ્રીવાસ્તવે ઓપરેશન ઓલઆઉટ ચલાવ્યું હતું.

વર્ષ 2017માં તેમણે એન્ટી ટેરરના ઓપરેશનની જવાબદારી સંભાળી હતી. તેમને કાશ્મીરમાં આતંકનો ખાત્મો કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. જેને ઓપરેશન ઓલઆઉટ નામ આપવામાં આવ્યું. તેમણે હિઝબુલનાન અનેક ટોપ કમાન્ડર્સને ઠાર માર્યા હતા.