Goa CM on Sonali Phogat Death: બીજેપી નેતા અને ટિક-ટોક સ્ટાર સોનાલી ફોગાટના મૃત્યુ કેસમાં હજુ પણ રહસ્ય ઉકેલાયું નથી. આ દરમિયાન ગોવાના સીએમ પ્રમોદ સાવંતે સીબીઆઈ તપાસને લઈને મોટી વાત કહી છે. ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે રવિવારે કહ્યું હતું કે સોનાલી ફોગાટના મૃત્યુનો કેસ તમામ ઔપચારિકતાઓ પછી જરૂર પડશે તો સીબીઆઈને સોંપવામાં આવશે.


સમાચાર એજન્સી ANI અનુસાર, ગોવાના સીએમ પ્રમોદ સાવંતે કહ્યું કે હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટરે તેમની સાથે વાત કરી છે. સીએમ ખટ્ટરે આ મામલાની સંપૂર્ણ તપાસની વિનંતી કરી છે.


સોનાલી ફોગાટ કેસમાં CBI તપાસ થશે?


ગોવાના સીએમ પ્રમોદ સાવંતે લીલી ઝંડી આપતાં અને તપાસ માટે પોતાનું સમર્થન દર્શાવતા કહ્યું કે જો જરૂર પડશે તો ગોવા સરકાર વધુ તપાસ માટે આ કેસ સીબીઆઈને સોંપશે. સોનાલી ફોગાટની હત્યા પર ગોવાના મુખ્યમંત્રીએ કહ્યું કે તેમને સીબીઆઈ તપાસથી કોઈ સમસ્યા નથી. અભિનેત્રી સોનાલી ફોગાટનો પરિવાર હરિયાણાના સીએમને મળ્યો અને સીબીઆઈ તપાસની માંગ કરી.


સોનાલીના પરિવારે સીબીઆઈ તપાસની માંગ કરી છે


અગાઉ અંજુના પોલીસે અન્ય એક ડ્રગ સ્મગલર રામા મંદ્રેકરની ધરપકડ કરી હતી. આ કેસમાં આ પાંચમી ધરપકડ હતી. આ પહેલા શનિવારે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે સોનાલી ફોગાટના પરિવારને અભિનેત્રીના મૃત્યુની સીબીઆઈ તપાસની ખાતરી આપી હતી. ફોગટની બહેન રૂપેશે ચંદીગઢમાં સીએમ ખટ્ટરને મળ્યા બાદ આ અંગે માહિતી આપી હતી. ગોવા પોલીસના જણાવ્યા અનુસાર, તપાસમાં જાણવા મળ્યું છે કે આ ડ્રગ્સ અંજુના હોટેલ ગ્રાન્ડ લિયોની રિસોર્ટમાં કામ કરતા દત્તાપ્રસાદ ગાંવકર નામના વ્યક્તિ દ્વારા સપ્લાય કરવામાં આવ્યું હતું. આ મામલે વધુ તપાસ ચાલુ છે. 


હરિયાણાના બીજેપી નેતા સોનાલી ફોગાટને મૃત્યુ પહેલા ગોવાના રેસ્ટોરન્ટમાં આરોપીઓએ મેથામફેટામાઈન (Methamphetamine) નામનું ડ્રગ્સ આપ્યું હતું. ગોવા પોલીસે શનિવારે આ માહિતી આપી હતી. એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં આરોપી સોનાલી ફોગાટ(Sonali Phogat)ને બળજબરીથી બોટલમાંથી કંઈક પીવડાવતો જોવા મળી રહ્યો છે. નાયબ પોલીસ અધિક્ષક જીવબા દલવીએ જણાવ્યું હતું કે અંજુનાના કર્લીઝ રેસ્ટોરન્ટમાં ફોગાટને આપવામાં આવેલ નશીલા પદાર્થનો બાકીનો જથ્થો રેસ્ટોરન્ટના વોશરૂમમાંથી જપ્ત કરવામાં આવ્યો છે.