નવી દિલ્હીઃ કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલ નથી રહ્યાં, આજે બુધવારે સવારે 3.30 વાગે તેમને અંતિમ શ્વાસ લીધા. તેમના દીકરા ફેસલ પટેલે નિધનની જાણકારી આપી. થોડાક દિવસો પહેલા તે કોરોના સંક્રમિત થયા હતા. ત્યારબાદ તેમના શરીરના કેટલાક અંગો કામ કરતા બંધ થઇ ગયા હતા.

અહેમદ પટેલના નિધન પર સોનિયા ગાંધીએ દુઃખ વ્યક્ત કર્યુ છે. તેમને પટેલને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે- મે એક અપરિવર્તનીય કૉમરેડ, એક વફાદાર સહયોગી અને એક દોસ્ત ગુમાવી દીધો છે.

સોનિયાએ લખ્યું- અહેમદ પટેલના રૂપમાં મે એક સહયોગીને ગુમાવી દીધો છે, જેનુ આખુ જીવન કોંગ્રેસ પાર્ટીને સમર્પિત હતુ, તેની ઇમાનદારી અને સમર્પણ, પોતાના કર્તવ્ય પ્રત્યે તેની પ્રતિબદ્ધતા, તે હંમેશા મદદ કરવા માટે તૈયાર રહેતા હતા. તેની ઉદારતા દુર્લભ ગુણ હતા, જે તેને બીજા કરતા અલગ કરતા હતા.



કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનું નિધનથી દેશભરમાં શોકની લાગણી છવાઈ. કૉંગ્રેસ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનું ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન વહેલી સવારે નિધન થયુ.