નવી દિલ્હીઃ દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે. જેના કારણે આમ આદમીનું બજેટ બગડ્યું છે. વિપક્ષ પણ આ મુદ્દે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરી રહી છે. આ દરમિયાન ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પેટ્રોલ-ડીઝલની કિંમતને લઇ તેમની સરકાર પર કટાક્ષ કરૃયો છે.

સુબ્રમણ્યમ સ્વામીએ મંગળવારે એક તસવીર શેર કરી છે. જેમાં લખ્યું છે કે, રામના ભારતમાં પેટ્રોલ 93 રૂપિયા, સીતાના નેપાળમાં 53 રૂપિયા અને રાવણી લંકામાં 51 રૂપિયાની કિંમતે વેચાઈ રહ્યું છે.



સામાન્ય બજેટમાં કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝળ પર કૃષિ સેસ લગાવવામાં આવ્યો છે. પેટ્રોલ પર અઢી રૂપિયા અને ડીઝલ પર ચાર રૂપિયાનો કૃષિ સેસ લગાવવામાં આવ્યો છે, ત્યાર બાદ લોકોના મનમાં ફરી એક વખત પેટ્રોલ ડીઝલની કિંમત વધવાની ચિંતા છે. સરકારનું કહેવું છે કે, સેસની સામાન્ય લોકોના ગજવા પર કોઈ અસર નહીં પડે.