સુપ્રિમ કોર્ટે એક જજમેંટમાં લખ્યું ભારતમાં હિન્દુ પરિવારમાં આ સામાન્ય વાત છે, અને પ્રચલિત પણ છે કે લગ્ન પછી પત્નીના કહેવા પર તેના ઘરડા મા-બાપ ને છોડી દે છે, ખાસ કરીને ત્યારે જ્યારે પુત્ર પરિવારનો એકમાત્ર કમાઉ દિકરો હોય. એક પુત્રને મા-બાપ ન માત્ર જન્મ આપ્યો હોય પરંતુ તેનો ઉછેર કરી તેને મોટા પણ કર્યો ભણાવ્યો હોય છે. હવે તે પુત્રની નૈતિક અને કાનૂની ફરજ છે કે તેની જવાબદારિ સ્વીકારે અન ઘરડા મા-બાપની સારસંભાળ રાખે, ખાસ કરીને જ્યારે તેમની કમાણી બંઘ થઈ ગઈ હોય અથવા તો આછી થઈ ગઈ હોય.
સુપ્રીમ કોર્ટનો નિર્ણય, પત્ની મા-બાપ સાથે રહેવાની ના પાડે તો પતિ ડિર્વોસ આપી શકે
abpasmita.in
Updated at:
07 Oct 2016 05:06 PM (IST)
NEXT
PREV
નવી દિલ્લી: સુપ્રીમ કોર્ટે કહ્યું જો કોઈ મહિલા તેના પતિને મા-બાપથી અલગ રહેવા માટે મજબૂર કરે તો પતિ આવી પત્નીને ડીવોર્સ આપી શકે છે. સુપ્રિમ કોર્ટે ટકોર કરતા કહ્યું હિન્દુ લૉ મુજબ કોઈપણ મહિલા પુત્રને તેના મા-બાપથી દુર કરી શકે નહી. જસ્ટીસ અનિલ આર દવે અને જસ્ટીસ એલ નાગેશ્ર્વર રાવની ખંડપીઠે કહ્યું કે મહિલા લગ્ન બાદ તે પરિવારની સભ્ય બની જાય છે. જેના આધારે તે તેના પતિને અલગ ન કરી શકે. સુપ્રિમ કોર્ટે ટકોર કરતા કહ્યું પશ્ચિમી વિચારોનું અનુકરણ કરવું આપણી સંસ્કૃતી અને સભ્યતાની વિરૂધ્ધમાં છે. કોર્ટે કર્નાટકના એક દંપતિને ડીર્વોસને મંજુરી આપતા આ ટિપ્પણી કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -