નવી દિલ્હી: દેશમાં 1 એપ્રિલ, 2020 બાદ BS4 વાહનોનું વેચાણ બંધ થઈ જશે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે BS4 વાહોનોના વેંચાણ માટે એક મહિનાની મુદ્દત આપવાની ઓટોમોબાઈલ ડીલરોના સંગઠનની માંગને ફગાવી દીધી હતી.


સુપ્રીમ કોર્ટે 24 ઓક્ટોબર, 2018ના ચુકાદામાં કહ્યું હતું કે, 1 એપ્રિલ 2020 બાદ BS4 વાહનોનું વેચાણ અને રજિસ્ટ્રેશ થઈ શકશે નહીં. દેશમાં BS4ના માપદંડને એપ્રિલ 2017થી લાગુ કરવામાં આવ્યો હતો. આ પહેલા કેન્દ્ર સરકારે 2016માં જાહેરાત કરી હતી કે BS5ને છોડીને 2020માં સીધા BS6ના માપદંડોને લાગુ કરવામાં આવશે.


જસ્ટિસ અરુણ મિશ્ર અને જસ્ટિસ દીપક ગુપ્તાની બેન્ચે સંગઠનની અરજી પર સુનાવણી કરતા સ્પષ્ટ કરી દીધું હતું કે નિર્ધારિત સમય સીમાથી એક દિવસ પણ વધારવામાં આવશે નહીં. ઓટોમોબાઈલ ડીલરોના સંગઠન તરફથી વકીલે કહ્યું કે આ નિયમ લાગુ થવાથી ઓટોમોબાઈલ ડીલરોની મુશ્કેલી વધી જશે. કારણ કે તેમની પાસે મોટી સંખ્યામાં બીએસ-4ના વાહનોનો સ્ટોક છે. માર્કેટમાં મંદી છે તેથી સ્ટોકના વેચાણ માટે ઓછામાં ઓથા એક મહિનાનો સમય મળવો જોઈએ.

શું છે ભારત સ્ટેજ(BS) ?

બીએસ વાહનોથી થતા પ્રદૂષણને નક્કી કરવાનો માપદંડ છે. આ પ્રદૂષણના સ્તરને દર્શાવે છે. જે વાહનનો બીએસ નંબર જેટલો વધારે હશે, તેટલું ઓછું પ્રદૂષણ થશે. એટલે કે બીએસ-4 ની તુલનામાં BS6ના વાહનો હવામાં ઓછું પ્રદૂષણ ફેલાવશે.

Car loan Information:

Calculate Car Loan EMI