16 માર્ચે રાજ્યપાલના આદેશ અનુસાર વિધાનસભામાં કમલનાથ સરકારનુ બહુમતી પરીક્ષણ થવાનુ હતુ, પણ આમ કરવાની જગ્યાએ વિધાનસભાના સત્રને 26 માર્ચ સુધી સ્થગિત કરી દેવામાં આવ્યુ હતુ. આ બાદ તરતજ શિવરાજ સિંહ ચૌહાણે અને નવ બીજેપી ધારાસભ્યોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી દીધી હતી.
મંગળવારે આ મામલો જસ્ટિસ ડીવાઇ ચંદ્રચૂડ અને હેમંત ગુપ્તાની બેન્ચમાં સુનાવણી માટે આવ્યો હતો. સુનાવણી શરૂ થતા જ જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે, બીજા પક્ષ તરફથી અહીં કોઇ હાજર નથી એટલે અમારે તેમને નૉટિસ મોકલવી પડશે. બાદમાં સરકારને નૉટિસ ફટકારવામાં આવી હતી.