નવી દિલ્હી: નીલગાય, વાંદરા અને જંગલી રિંછને મારવાના મામલે સુપ્રીમ કોર્ટમાં સૂનવણી 15 જુલાઈ સુધી ટળી ગઈ છે. સુપ્રીમ કોર્ટે નીલગાયને મારવાના મામલે રોક લગાવવાનો ઈનકાર કરી દીધો છે. આ મામલે ગૌરી મુલેખી અને અમુક બિનસરકારી સંસ્થાઓ દ્ધારા અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, બિહાર, હિમાચલ અને ઉત્તરાખંડમાં નીલગાય, વાંદરા અને જંગલી રિંછને હિંસક જાનવર જાહેર કરીને લોકોને નુકસાન કરવાનું નામ લઈને મારવામાં આવી રહ્યા છે. આના ઉપર રોક લગાવવી જોઈએ. અરજીમાં કેંદ્રના 2015ના નોટિફિકેશનને ગેરકાયદેસર બતાવવામાં આવ્યું છે અને રોક લગાવવાની માંગ કરી છે.
સુપ્રીમ કોર્ટે અરજીકર્તાઓને કેંદ્ર સરકારને માહિતી આપવા કહ્યું છે. કોર્ટે કેંદ્રને બે અઠવાડિયાની અંદર આ કેસ ઉપર યોગ્ય નિર્ણય લેવા નિર્દેશ કર્યો છે. અરજીકર્તાઓએ હાલ સુપ્રીમ કોર્ટમાં જાનવરોને મારવા ઉપર રોક લગાવવાની માંગ કરી હતી.તેમનું કહેવું હતું કે, કેંદ્રએ નોટિફિકેશન જાહેર કર્યા પહેલા નિયમોનું પાલન કર્યું નથી. પરંતુ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, અરજીમાં જે તથ્ય જણાવવામાં આવ્યા છે, તેને માહિતીના રૂપમાં કેંદ્રને આપવામાં આવે. જ્યારે બીજી બાજુ પશુ કલ્પાણ બોર્ડે પણ કેંદ્ર સરકારના નોટિફિકેશન ઉપર નારાજગી દર્શાવી છે અને કહ્યું છે કે, મારવાનુ નોટિફિકેશન મનમાની છે અને વગર અભ્યાસે લીધેલો નિર્ણય છે.