સુન્ની વક્ફ બોર્ડ તરફથી જફર ફારુકીએ કહ્યું કે બોર્ડ અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા પર રિવ્યૂ પિટિશન નહીં કરે. બોર્ડ તરફથી આ ચુકાદાનું સ્વાગત કરવામાં આવ્યું અને તેમણે કહ્યું કે અમે પહેલા પણ કહી ચુક્યા છે કે સુપ્રીમ કોર્ટ જે પણ ચુકાદો આપશે તેને દિલથી સ્વીકારાશે. ફારુકીએ કહ્યું કે તમામે ભાઈચારા સાથે આ ચુકાદાનું સન્માન કરવું જોઈએ. આ કેસમાં સુન્ની વક્ફ બોર્ડ એક મહત્વનો પક્ષકાર છે.
શિયા ધર્મગુરુ મૌલાના કલ્બે જવ્વાદે કહ્યું કે અમે વિનમ્રતાપૂર્વક સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સન્માન કરીએ છે. હું ભગવાનનો આભર માનું છું કે મુસ્લિમ સમાજના મોટાભાગના લોકોએ આ નિર્ણયને સ્વીકાર કર્યો છે અને વિવાદનો ઉકેલ આવ્યો છે. મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડને આ ચુકાદા બાદ પુનર્વિચાર અરજી દાખલ કરવાનો અધિકાર છે.