પટના: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવના પ્રશંસકોમાં હવે બિહાર બીજેપીના નેતા પણ જોડાયા છે. મંગળવારે બિહાર બીજેપીના વરિષ્ઠ નેતા સુશિલ કુમાર મોદીએ અખિલેશ યાદવની પ્રશંસા કરતા કહ્યુ હતું કે તેમણે મુસ્તરા અંસારી જેવા ગેંગસ્ટર અને વિવાદિત નેતા અમરસિંહને પાતોની પાર્ટીમાં પ્રવેશનો વિરોધ કરીને પોતના પિતાની છત્રછાયામાંથી બહાર નિકળવાનો પ્રયાસ કરી પોતાની અલગ ઓળખ ઉભી કરી છે.


સુશિલ કુમાર મોદીએ આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવના પુત્ર તેજ પ્રતાપ અને તેજસ્વી યાદવને અપિલ કરતા કહ્યું કે તેઓ અખિલેશનું અનુકરણ કરે અને પોતાની પાર્ટીમાં બાહુબલી રાજનેતા મોહમ્મદ શહાબુદિન અને રાજવલ્લભ યાદવનો વિરોધ કરે. વધુમાં સુશિલ મોદીએ એમ પણ કહ્યું કે લાલૂ પ્રસાદ યાદવના પુત્રો અખિલેશનું અનુકરણ નહી કરે કારણ કે તેમણે જીવનમાં નૈતિક મૂલ્યો નથી શીખ્યા.