બીજિંગઃ પાકિસ્તાનમાં આતંકી કેમ્પો પર ભારતીય વાયુસેના દ્વારા એર સ્ટ્રાઈકના બીજા જ દિવસે બુધવારે વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ ચીનના પ્રવાસે ગયા છે. અહીં રશિયા, ભારત, ચીન (RIC) વિદેશ પ્રધાનોની બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા છે. અહીં RIC મીટિંગ દરમિયાન પણ સુષમા સ્વરાજે પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો અને ચીન તતા રશિયાની સામે એ સ્પષ્ટ કર્યું કે ભારતે આખરા શા માટે એર સ્ટ્રાઈક કરી. બેઠકમાં આ આતંકી હુમલા પાછળ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો હાથ બતાવતા ભારતે કહ્યું કે હવે આતંક પર ઝીરો ટોલરન્સનો સમય આવી ગયો છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન દ્વારા આતંકી સંગઠન જૈશની વિરૂદ્ધ કાર્યવાહી નહીં કરવાના લીધે ભારતે તેના ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇક કરી છે.


ચીનના વુઝેનમાં RICની બેઠકમાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આજે કહ્યું કે પુલવામા આતંકી હુમલા અંગે આપણને બધાને ખબર છે. આ આતંકી હુમલામાં આતંકી સંગઠન પાકિસ્તાન સ્થિત અને સમર્થિત જૈશનો હાથ છે. આ હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થઇ ગયા હતા જ્યારે કેટલાંય બીજા ગંભીર રીતે ઘાયલ થયા હતા. સુષ્મા એ કહ્યું કે હવે સમય આવી ગયો છે કે આ પ્રકારના આતંકવાદી હુમલાની વિરૂદ્ધ તમામ દેશ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવે અને આતંકવાદની વિરૂદ્ધ નિર્ણાયક કાર્યવાહી કરે.



તેમણે કહ્યું કે પુલવામામાં આતંકી હુમલા બાદ પાકિસ્તાને આતંકી સંગઠન જૈશના વિરૂદ્ધ વિશ્વ સમુદાયની કાર્યવાહીની અપીલને નજરઅંદાજ કરતાં આ પ્રકારની કોઇ ઘટનાની માહિતીથી જ ઇન્કાર કરી દીધો. પાકિસ્તાને તો જૈશના આ હુમલાની જવાબદારી લેવાના દાવાને પણ નકારી દીધો. સુષ્મા એ કહ્યું કે પાકિસ્તાનની આતંક વિરૂદ્ધ કાર્યવાહીથી સતત ઇન્કાર બાદ ભારતે જૈશના આતંકી ઠેકાણાઓ પર પ્રહારો કર્યા.



વિદેશ મંત્રી એ કહ્યું કે આ નૉન મિલિટરી ઓપરેશન હતું અને કોઇપણ સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવામાં આવ્યા નથી. આ હુમલાનો ઉદેશ જૈશના કેમ્પોને ધ્વસ્ત કરવાના હતા. બેઠકમાં સુષ્મા એ ભારત-ચીન સંબંધો પર કહ્યું કે બંને દેશોની વચ્ચે સંબંધ અગત્યના છે. તેમણે કહ્યું કે આપણા સંબંધોમાં વુહાનમાં એપ્રિલ 2018મા પીએમ નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શી જીનપિંગની વચ્ચે બેઠક મળ્યા બાદ ઘણા પ્રગતિ પર છે.