ક્રાઇમ બ્રાન્ચના સ્પેશ્યલ કમિશનર પ્રવીર રંજને કહ્યું કે, અત્યાર સુધી જમા કરેલા તમામ પુરાવાઓના આધાર પર આખી ઘટનાની કડીઓ જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે હિંસા દરમિયાન તાહિર ચાંદબાદ અને મુસ્તફાબાદમાં જ હાજર હતો. પોલીસે તેના વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરશે જેણે તાહિરની મદદ કરી હતી.
એસઆઇટીની તપાસમાં જાણવા મળ્યું છે કે તાહિર હુસૈન ગત 24 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી સુધીમાં ચાંદબાગ, મુસ્તફાબાદ અને આસપાસના વિસ્તારોમાં હાજર હતો. 27 ફેબ્રુઆરી બાદ તેનું લોકેશન જાકિર નગરમાં મળ્યું હતું. અહી બે દિવસ રોકાયો હતો. આ દરમિયાન પોલીસનું દબાણ વધવા પર તેણે પોતાનો મુખ્ય મોબાઇલ નંબર બંધ કરી દીધો હતો. બાદમાં તેણે વૈકલ્પિક મોબાઇલ નંબરનો ઉપયોગ કર્યો હતો જેની પોલીસ દ્ધારા શોધ કરવામાં આવી રહી હતી.