નવી દિલ્લીઃ તમિલાનાડુમાં વરસાદે કહેર વર્તાવ્યો છે. વેલ્લોર જિલ્લામાં ભારે વરસાદને કારણે એક મકાન ધરાશાયી થયું હતું. આ દર્દનાક ઘટનામાં ચાર બાળકો સહિત નવનાં મોત નિપજ્યા છે. મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને આ ઘટનામાં મોતને ભેટનાર લોકોના પરીજનોને પાંચ પાંચ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
તમિલનાડુમાં એક ઓક્ટોમ્બરથી શરૂ થયેલા હાલમાં ઉત્તર-પૂર્વ મોનસૂનના દરમિયાન અત્યાર સુધી સામાન્યથી 61 ટકા વધુ વરસાદ નોંધાયો છે. ઉત્તરી તમિલનાડુંના જિલ્લાઓ સહિત ઘણા રાજ્યોમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે.
ગાંધીનગર: રાજ્યમાં ભરશિયાળે અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત છે. કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને મોટાપાયે નુકસાન થઈ રહ્યું છે. અચાનક પડી રહેલા કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર બન્યા છે. રાજયમાં 3 દિવસ વરસાદી માહોલ રહેશે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં આવી વરસાદ વરસવાની સંભાવનાઓ છે. દક્ષિણ ગુજરાતમાં થન્ડર સ્ટોર્મની આગાહી કરાઈ છે. 3 દિવસ બાદ રાજ્યમાં ઠંડીમાં વધારો થશે. 2 થી 4 ડીગ્રી સુધી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે. પાટણના સિદ્ધપુરમાં કમોસમી વરસાદ વરસ્યો છે. સિદ્ધપુર ચાર રસ્તા પાસે કમોસમી વરસાદના પાણી ભરાયા હતા. વરસાદી પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓને હાલાકી પડી છે. રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે અનેક વાહનો પાણી ભરાવાના કારણે બંધ થયા હતા. બપોર બાદ ધોધમાર કમોસમી વરસાદ પડતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ ઉદભવી છે. કચ્છ જિલ્લામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ પડ્યો છે. પશ્ચિમ કચ્છના માધાપર, ભુજ, મિરઝાપર, સુખપર, સહિત વિસ્તારમાં વરસાદ પડ્યો છે. કચ્છમાં સતત પડી રહેલા કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ધાવા ગીરમાં કમોસમી વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી જ તાલાલા પથંકમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. કમોસમી વરસાદથી ખેડૂતો પોતાના પાકને લઈને ચિંતિત બન્યા છે. રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્યએ કમોસમી વરસાદથી થયલા નુકસાનની સહાય આપવા માંગ કરી છે. કમોસમી વરસાદના કારણે તૈયાર પાક કપાસ, ગવાર, અડદ સહીતના પાકને નુકસાન થયું છે. શિયાળુ વાવેતર કરેલા જીરું, ચણા, રાયડો સહિતના પાકને નુકસાન થવાની ભીતિ છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. પશુ માટેનો ઘાસચારો ખતમ થઈ ગયો છે તેથી સરકારને તાત્કાલિક સહાય જાહેરાત કરે તેવી માંગણી રઘુભાઈ દેસાઈએ કરી છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતિત થયા છે. રાજયમાં 3 દિવસ વરસાદી માહોલ રહેશે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં આવી વરસાદ વરસવાની સંભાવનાઓ છે.