નવી દિલ્લીઃ દિલ્લી પોલીસના સ્પેશિયલ સેલની ટીમે ટ્વીટર ઇન્ડિયાની ઓફિસો પર રેડ કરી છે. દિલ્લી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા અત્યારે લાડો સરાય, દિલ્લી અને ગુરુગ્રામ સ્થિત ટ્વીટર ઇન્ડિયાની ઓફિસમાં તપાસ કરવામાં આવી રહી છે. 




કોંગ્રેસના કથિત ટૂકકિટ મામલે દિલ્લી પોલીસના સ્પેશિયલ સેલની ટીમે દિલ્લીના લાડોસરાય સ્થિત ટ્વીટર ઇન્ડિયાની ઓફિસમાં તપાસ કરી હતી. નોંધનીય છે કે, આ પહેલા દિલ્લી પોલીસે ટૂલકિટ મામલામાં ટ્વિટરને નોટિસ મોકલી હતી. દિલ્લી પોલીસનું કહેવું હતું કે, તેઓ એક કેસમાં પર તપાસ કરી રહ્યા છે.




ધ્યાન રહે કે, છેલ્લા દિવોસમાં ટ્વીટરે કોંગ્રેસના કથિત ટૂલકિટને ભાજપ નેતાઓ દ્વારા ટ્વીટ કરવા પર ટ્વીટરને આને મેન્યુપેલેટે મીડિયા(તોડી મરોડીને રજૂ કરનારા મીડિયા)ની શ્રેણીમાં નાંખી દીધું હતું. આ પછી કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક અને સૂચના પ્રાદ્યોગિકી મંત્રાલયે કડક સબ્દોમાં ટ્વિટરની વૈશ્વિક ટીમને પત્ર લખ્યો હતો અને કેટલાક રાજનેતાઓના ટ્વીટ સાથે આ શ્રેણીના ટેગ સામે વિરોધ નોંધાવ્યો હતો. સરકારે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે, સોશિયલ મિડિયા મંચ નિર્ણય ન દઈ શકે, જ્યારે કોઈ કેસમાં તપાસ ચાલી રહી હોય.