પશ્ચિમ બંગાળ ચૂંટણી: કૉંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, G-23 ના મોટા નેતાને સ્થાન નહી

એબીપી અસ્મિતા વેબ ટીમ Updated at: 22 Mar 2021 10:15 PM (IST)

આ યાદીમાં પાર્ટીના  અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ, પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત 30 નેતાઓના નામ સામેલ છે. આ તબક્કાના લિસ્ટમાં કોંગ્રેસના નારાજ G23 નેતાઓમાં ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, કપિલ સિબ્બલ જેવા નેતાઓને સ્થાન નથી મળ્યું. 

NEXT PREV

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે કૉંગ્રેસ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે.  આ યાદીમાં પાર્ટીના  અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ, પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત 30 નેતાઓના નામ સામેલ છે. આ તબક્કાના લિસ્ટમાં કોંગ્રેસના નારાજ G23 નેતાઓમાં ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, કપિલ સિબ્બલ જેવા નેતાઓને સ્થાન નથી મળ્યું. 



કૉંગ્રેસની આ યાદીમાં  સોનિયા ગાંધી, પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, અશોક ગેહલોત, કેપ્ટન અમરિંદર સિંહ, ભૂપેશ બધેલ, અધીર રંજન ચૌધરી, બીકે હરિપ્રસાદ, સચિન પાયલટ, રણદીપ સુરજેવાલા, જતિન પ્રસાદ, સુબોધકાંત સહાય, મનીષ તિવારી, આરપીએન સિંહ, નવજોત સિંહ સિદ્ધૂ, અભિજીત મુખર્જી અને મોહમ્મદ અઝહરુદ્દીન જેવા નેતાઓના નામ સ્ટાર પ્રચારકોની યાદીમાં છે. 


પાર્ટી તરફથી 40 સ્ટાર પ્રચારકોની યાદી ચૂંટણી પંચને સોંપવામાં આવી, તેમાં માત્ર મનીષ તિવારી અને જિતિન પ્રસાદનું નામ છે જે જી23 સમૂહમાં સામેલ હતા, જેમણે ગત વર્ષે ઓગસ્ટમાં કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને કૉંગ્રેસમાં વ્યાપક સંગઠનાત્મક બદલાવનું કહ્યું હતું. જિતિન પ્રસાદ પશ્ચિમ બંગાળના કૉંગ્રેસના પ્રભારી છે.


પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 27 માર્ચના રોજ અને બીજા તબક્કામાં 1લી એપ્રિલના રોજ યોજાશે. ત્રીજા તબક્કામાં 6 એપ્રિલ, ચોથા તબક્કાનું 10 એપ્રિલ, પાંચમાં તબક્કાનું 17 એપ્રિલ, છઠ્ઠા તબક્કાનું 22 એપ્રિલ, સાતમાં તબક્કાનું મતદાન 26 એપ્રિલ અને આઠમાં તબક્કાનું મતદાન 29 એપ્રિલના રોજ યોજાશે. પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં મત ગણતરી 2 મેના રોજ થશે.






પશ્ચિમ બંગાળ વિધાનસભાની કુલ 294 બેઠક છે. 2016ની વિધાનસભાની ચૂંટણીમાં મમતા બેનર્જીએ 211 બેઠક જીતી જબરદસ્ત વાપસી કરી હતી. પરંતુ 3 વર્ષ બાદ એટલે કે, 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે 42માંથી 18 બેઠક જીતી ઇતિહાસ સર્જયો હતો. 




 



 
Published at: 22 Mar 2021 10:15 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.