આ શખ્સ સરકારી હોસ્પિટલમાં ડ્રાઈવર તરીકે કામ કરતો હતો. વિઠ્ઠળના મોત પર નિર્મલ હોસ્પિટલના અધિકારીએ જાણકારી આપતા કહ્યું કે, કોરોના વેક્સીનનો મોત સાથે કોઈ સંબંધ નથી.
રાજ્યના જાહેર આરોગ્ય નિદેશક શ્રીનિવાસ રાવે એક પ્રેસ રિલીઝમાં કહ્યું કે, શખ્સને સવારે 5.30 વાગ્યે જિલ્લાની હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો અને તેનું મોત થઈ ચુક્યું હતું. પ્રેસ રિલીઝ અનુસાર, પ્રાથમિક તારણો અનુસાર મોતનું રસીકરણ સાથે કોઈ સંબંધ નથી. ગાઈડલાઈન્સ પ્રમાણે, ડૉક્ટર્સની ટીમ પોસ્ટમોર્ટમ કરશે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં કોરોના રસી લીધા બાદ હોસ્પિટલના વૉર્ડ બોયનું મોત થયું હતું. પરિવારે આરોપ લગાવ્યો હતો કે, રસી લીધા બાદ તેની તબિયત બગડી ગઈ હતી. જેના બાદ તેનું મોત થયું હતું. જો કે, બાદમાં અહેવાલ આવ્યા હતા કે વોર્ડ બોયનું મોત હાર્ટ એટેકના કારણે થયું હતું. 16 જાન્યુઆરીએ તેણે કોવિશીલ્ડની વેક્સીન લગાવી હતી અને તેના આગલા દિવસે અચાનક મોત થઈ ગયું હતું.