Kullu Bus Accident: હિમાચલ પ્રદેશના કુલ્લુમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. કુલ્લુમાં શૈનશરથી સાંઈજ તરફ આવી રહેલી ખાનગી બસ જંગલા ગામ પાસે રોડ પરથી પડી ગઈ હતી. આ અકસ્માતમાં બાળકો સહિત 16 લોકોના મોત થયા હોવાની આશંકા છે. મળતી માહિતી મુજબ બસમાં 35 થી 40 લોકો સવાર હતા. આ અકસ્માત સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ થયો હતો. અકસ્માત સ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. હાલ અકસ્માત અંગે સત્તાવાર માહિતી હજુ સુધી મળી નથી.


મળતી માહિતી મુજબ, કુલ્લુ જિલ્લાના શૈનશર, સાંજમાં એક ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. બસ જંગલા ગામથી લગભગ 200 મીટર દૂર પડી છે. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયાની માહિતી છે. ત્યાં ત્રણ લોકો ઘાયલ પણ થયા છે. ઈજાગ્રસ્તોમાં બસના ડ્રાઈવર અને ઓપરેટર ઉપરાંત એક મુસાફરનો સમાવેશ થાય છે.






જણાવવામાં આવી રહ્યું છે કે મૃતદેહો બસની અંદર ફસાયેલા છે. આ અકસ્માત સોમવારે સવારે 8.45 વાગ્યે થયો હતો. બસ શનશરથી ઓટ જઈ રહી હતી. બસમાં કુલ 35-40 લોકો સવાર હોવાના સમાચાર છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ બચાવ કામગીરી ચાલી રહી છે.





મળતી માહિતી મુજબ રાહત અને બચાવ કાર્ય દરમિયાન છ મૃતદેહો અને ત્રણ ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા છે. પ્રશાસનના જણાવ્યા અનુસાર બસની નીચે ઘણા લોકો દટાયા હોવાની આશંકા છે. જ્યાં દુર્ઘટના થઈ તે જગ્યા ખૂબ જ મુશ્કેલ વિસ્તાર છે. બસ ખૂબ જ ઊંડી ખીણમાં પડી ગઈ છે. તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે અકસ્માતમાં બસના ફુરચા ઉડી ગયા છે. જિલ્લા મેજિસ્ટ્રેટના જણાવ્યા અનુસાર જ્યાં સુધી બચાવ કાર્ય પૂર્ણ નહીં થાય ત્યાં સુધી મૃત્યુઆંક વિશે કંઈ કહી શકાય નહીં.