રાજ્યમાં લગ્ન પ્રસંગમાં હવે 100 મહેમાન ઉપરાંત ગોર મહારાજ, ફોટોગ્રાફર અને કેટરર્સને છૂટ આપવામાં આવી છે. શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે લગ્ન અંગેના જાહેરનામામાં આ સ્પષ્ટતા કરી છે. લગ્ન પ્રસંગમાં પ્રોફેશનલ લોકોની ગણતરી નહીં કરાય તે વિશે પણ સ્પષ્ટતા કરી છે.


લગ્ન પ્રસંગ કરનારા લોકો જાતે સમજીને 100ની અંદર જ આ લોકોનો સમાવેશ કરવાની અપીલ કરી છે. કારણકે, લગ્ન પ્રસંગમાં એકઠી થતી ભીડ કોરોના સ્પ્રેડર બની શકે તેમ છે.

નોંધનીય છે કે, આ પહેલા ગુજરાત સરકારે લગ્નમાં માણસોને હાજર રાખાની સંખ્યા 200 હતી ઘટાડીને 100 કરી દીધી હતી. જ્યારે અંતિમ વિધિ અને ધાર્મિક કાર્યોમાં 50 વ્યક્તિની મર્યાદા નક્કી કરી હતી.

આ પહેલા સપ્ટેમ્બરમાં જાહેર અનલોક-5ની ગાઈડલાઈનમાં 200 માણસોની હાજરીમાં સામાજીક, ધાર્મિક, રાજકિય સહિતના કાર્યક્રમોને મંજૂરી આપવાની જાહેરાત કરાઈ હતી.

દિવાળીના તહેવારો બાદ રાજ્યમાં કોવિડ- 19ના કેસોમાં ઉછાળો નોંધાયો છે. નાગરીકોમાં અવરજવર બંધ થાય અને ચેપનો ફેલાવો અટકે તે ઉદ્દેશ્યથી સરકારે લગ્ન, સત્કાર સમારોહ જેવી અન્ય ઉજવણીઓમાં સ્થળની ક્ષમતાના 50 ટકાથી ઓછા પરંતુ ૧૦૦ વ્યક્તિની મર્યાદામાં આયોજન કરવા આદેશો બહાર પાડયા હતો.