નવી દિલ્હીઃ દિલ્હી સરકારે એક પ્રાઇવેટ સ્કૂલની મનમાનીની ફરિયાદોને ધ્યાનમાં રાખીને સ્કૂલ મેનેજમેન્ટને ટેકઓવર કરવાનો નિર્ણય લીધો છે. પંજાબી બાગ સ્થિત સ્વામી શિવાનંદ મેમોરિયલ સ્કૂલ વિરુદ્ધ વાલીઓની સતત આવી રહેલી ફરિયાદો બાદ દિલ્હી સરકારે આ નિર્ણય લીધો છે.


દિલ્હી સરકાર તરફથી મળેલી જાણકારી અનુસાર વાલીઓએ ફરિયાદ કરી હતી કે સ્કૂલ મનમરજીથી ફી વસૂલી રહી છે. સ્કૂલ દ્ધારા શિક્ષણના અધિકાર અધિનિયમનો ભંગ કરવામાં આવી રહ્યો હતો. સ્કૂલ દ્ધારા બાળકોને જાણીજોઇને પરીક્ષામાં ફેઇલ કરીને ફરીથી તે જ ધોરણમાં અભ્યાસ કરવા માટે મજબૂર કરવામાં  આવી રહ્યા હતા.


દિલ્હી સરકારે વાલીઓની ફરિયાદના આધાર પર એક તપાસ સમિતિ બનાવી હતી. તપાસ સમિતિએ સ્કૂલના કામકાજમાં અનિયમિતતા જોવા મળી હતી. સમિતિએ પોતાના રિપોર્ટમાં કહ્યું કે, સ્કૂલને લઇને વાલીઓ દ્ધારા કરવામાં આવતી ફરિયાદો એકદમ યોગ્ય છે. સ્કૂલ મરજી પ્રમાણે ફી વસૂલી રહી છે અને આરટીઇ એક્ટનો ભંગ કરી રહી છે. સમિતિ દ્ધારા રિપોર્ટ આપ્યા બાદ સ્કૂલ મેનેજમેન્ટને પોતાનો પક્ષ રાખવાની તક આપવામાં આવી હતી. પરંતુ સ્કૂલ મેનેજમેન્ટે કોઇ સ્પષ્ટતા આપી નહોતી.


સ્કૂલ પર લાગેલા આરોપો સાબિત થયા બાદ દિલ્હી સરકારે સ્કૂલ મેનેજમેન્ટને ટેકઓવર કરવાનો નિર્ણય લીધો હતો અને  દિલ્હી સ્કૂલ એજ્યુકેશન એક્ટ 1973 હેઠળ સ્કૂલ મેનેજમેન્ટને ટેક ઓવર કરવાની કાર્યવાહી શરૂ કરી હતી.


 


મનીષ સિસોદિયા સુરત આવશે


દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા આવતીકાલે એટલે કે રવિવારે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ સવારે સાત વાગ્યે સુરત પહોંચશે. મહત્વનું છે કે બે દિવસ પહેલા જ  આપ નેતા મનીષ સિસોદિયા સુરત આવવાના હતા પરંતુ બાદમાં તેઓનો સુરત  પ્રવાસ રદ થયો હતો. તેઓની તબિયત ખરાબ થતા તેમણે ગુજરાત પ્રવાસ રદ કર્યો હતો.


મળતી જાણકારી અનુસારમનીષ સિસોદિયા સવારે સાત વાગ્યે સુરત  પહોંચશે. બાદમાં તેઓ સર્કિટ હાઉસ પહોંચશે. સવારે નવ વાગ્યાથી 10:45 સુધી આપ પાર્ટીના કાઉન્સિલર્સ સાથે બેઠક કરશે