કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની 29 જુલાઈએ આવેલી સિચુએશન રિપોર્ટ 191 મુજબ ભારતમાં અન્ય દેશોની તુલનામાં કોરોનાથી મૃત્યુ દર ઘણો ઓછો છે. ભારતમાં કોરોનાથી થતા મૃત્યુ દર 2.21 ટકા છે જ્યારે વૈશ્વિક 4 ટકા છે.
કોરોનાથી સૌથી વધુ મૃત્યુ દર યૂકેમાં છે, અહી મૃત્યુ દર 15.3 ટકા છે. ત્યારબાદ મેક્સિકોમાં 11.1 ટકા, ઈરાનમાં 5.5 ટકા, બ્રાઝીલમાં 3.6 ટકા અને યૂએસમાં 3.5 ટકા છે. આ દેશોમાં ભારતના મુકાબલે કોરોના વાયરસથી મૃત્યુ દર ખૂબ જ વધારે છે.
જ્યારે સરકારનું કહેવું છે કે સતત મૃત્યુ દરમાં ઘટાડો થઈ રહ્યો છે. 18 જૂને ભારતમાં મૃત્યુ દર 3.3 ટકા હતો. 10 જુલાઈએ ઘટીને 2.72 ટકા થઈ ગયો અને 30 જુલાઈએ ભારતમાં મૃત્યુ દર 2.21 ટકા થયો છે. ભારતમાં જ્યાં મૃત્યુ દર 1 ટકા કરતા ઓછો છે તે રાજ્ય છે આસામ, કેરળ, ઓરિસ્સા,છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, બિહાર, ગોવા અને ઝારખંડ. જ્યારે આંધ્ર પ્રદેશ, હરિયાણા, તમિલનાડુ, રાજસ્થાન, કર્ણાટકા અને ઉત્તરપ્રદેશમાં મૃત્યુ દર 2 ટકાથી ઓછો છે.