COVID-19:મેડિકલ સ્ટોર્સમાં ઉપલબ્ધ સસ્તી દવાએ COVID-19ના દર્દીઓમાં સંક્રમણની ગંભીર સ્થિતિને ઓછી કરવાની આશા જગાડી છે. આ કઇ દવા છે અને સંશોધક શું કહે છે જાણીએ


મેડિકલ સ્ટોર્સમાં ઉપલબ્ધ સસ્તી દવાએ COVID-19ના દર્દીઓમાં સંક્રમણની ગંભીર સ્થિતિને ઓછી કરવાની આશા જગાડી છે. રિસર્ચરે માનવ પરીક્ષણ દરમિયાનન પ્લેસેબો અને ઓરલ દવા કોલ્ચસીનનો ઉપયોગનો દાવો કર્યો. કોવિડ-19ના ઇલાજમાં મોંથી લેવામાં આવતી આ દવાની અનુપલબ્ધતાની વચ્ચે ઉપયોગી હોવાનો વૈજ્ઞાનિકોનો અલગ અલગ મત છે


કોરોના વાયરસની બીજી લહેરમાં  નિષ્ણાતોએ સંશોધનોનો ટાંકીને દાવો કર્યો છે. કોરોના વાયરસ સામાન્ય રીતે નાક, મોં, આંખો દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે અને સીધા જ લંગ્સ પર હુમલો કરે છે, જેનાથી શ્વાસ લેવાની તીવ્ર તકલીફ થાય છે. સસ્તી, સરળતાથી ઉપલબ્ધ સોજોને ઓછી કરતી  આ ઓવર દવા કોવિડ -19 હોસ્પિટલમાં દાખલ થવાની જરૂરિયાત અને કેટલાક કેસામં માં મૃત્યુના જોખમ ઘટાડી શકે છે.


કોવિડ-19માં ઓરલ દવા કારગર
હાલમાં, કોલ્ચિસીન નામની દવા ફેમિલિયન મેડિટ્રિયન ફીવર, ગઠીયા અને પેરિકાર્ડિટિસના ઇલાજ માટે આપવામાં આવે છે. વૈજ્ઞાનિક પત્રિકા ધ લાર્સન્ટ રેસ્પેરેટ્રી મેડિસીનમાં પ્રકાશિત પરિણામ પરિણામમાં ખુલાસો થયો છે કે. આ દવા ગંભીર રીતે કોવિડથી બીમાર લોકો માટે વધુ કારગર છે. ફેમિલિયન મેડિટ્રિયન ફીવર એક આનુવંશિક બમારી છે. જેમાં વારંવાર તાવ આવે છે. આ સાંધામાં દુખાવો થાય છે અને સોજો પણ આવી જાય છે. મોટ્રિયાલ હાર્ટ ઇન્સ્ટીટયૂટ  રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટર જીન ક્લાઉડ ટાર્ડિફે કહ્યું કે, મહામારીના સમયમાં સંક્રમણને ગંભીર થતું રોકવું જરૂરી છે. રિસર્ચનું તારણ છે કે, સેબો અને ઓરલ દવા કોલ્ચસીનનો ઉપયોગ કોવિડ સંક્રમણમાં કરવાથી કોવિડના સંક્રમણને ગંભીર થતું રોકી શકાય છે અને આ રીતે આ દવાથી કોવિડ સંક્રમણથી થતાં મોતનું જોખમ પણ ઘટાડી શકાય છે. 


હોસ્પિટલમાં ભરતી થવાની જરૂરિયાતને કરી શકે છે ઓછી


દવાનું 40 વર્ષથી વધુ વયના કોવિડના 4,488 પર દર્દી પર ટ્રાયલ કરવામાં આવ્યું હતું. આ દર્દીઓ એવા હતા તે હાયપર ટેન્શન, મેદસ્વીતા અને ડાયાબીટીશથી પિડિત હતા. આ દર્દીમાં સંક્રમણ વધુ ગંભીર થવાની શક્યતા વધુ હતી. આ દર્દી પર ટ્રાયલ દરમિયાન દર રોજ 0.5 મિલિગ્રામ કોલ્ચિસીનનો ઉપયોગ કરવામાં આવ્યો. તો એક ગ્રૂપને 30 દિવસ સુધી પ્લેસેબો અપાઇ હતી. પરિણામથી જાણવા મળ્યું કે, જે લોકોના પીસીઆર ટેસ્ટથી કોવિડ-19 સંક્રમણની પુષ્ટી કરી હતી. તેવા લોકોમાં દવાના સેવનથી હોસ્પિટલમાં દાખલ થવાની શક્યતા 25 ટકા ઓછી થઇ ગઇ. તો 40 વર્ષથી વધુ વયની  ઉંમરના પુરૂષોમાં સ્પષ્ટ ફાયદો જોવા મળ્યો. જેને કોવિડના કારણે ઉપસ્થિત થતી ગંભીર સ્થિતિનું મહિલા કરતા વધુ જોખમ છે.,કોલ્ચીન ગ્રૂપના 4.9 ટકા દર્દીમાં પ્રતિકૂળ અસર જોવા મળી જ્યારે પ્લેસેબો ગ્રૂપમાં પ્રતિકૂળ પ્રભાવનો સામનો કરનાર દર્દીની સંખ્યા 6.3 ટકા રહી. જો કે આ રિસર્ચનું પરિણામ અંતિમ તારણ નથી હજું આ મુદ્દે રિસર્ચ ચાલું છે. 


 


 


.