નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા નહીં છોડે. પીએમ મોદીએ થોડા સમય પહેલા જ ટ્વિટર કરીને આ વાતની જાણકારી આપી છે. રવિવારે આઠ માર્ચના રોજ મહિલા દિવસના અવસર પર પીએમ મોદીનું ટ્વિટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ મહિલાઓ ચલાવશે. પીએમ મોદીએ કહ્યું કે, હું એવી મહિલાઓને સોશિયલ મીડિયાની કમાન આપીશ જેણે લોકોને પ્રેરિત કર્યા હોય.


પીએમ મોદીએ શું ટ્વીટ કર્યું છે?

પીએમ મોદીએ કહ્યું કે, “આ મહિલા દિવસે હું મારાં સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની કમાન એવી મહિલાઓને આપીશ, જેનું જીવન અને કામ આપણને પ્રેરિત કરતા હોય. તેનાથી લાખો લોકોને પ્રેરણા મળશે. શું તમે એવી મહિલા છો? અથવા તમે એવી પ્રેરક મહિલાઓે જાણો છો? #SheInspiresUsનો ઉપયોગ કરીને એવી મહિલાઓની કહાનીઓ શેર કરો.’


ગઈકાલે પીએ મમોદીએ શું ટ્વીટ કર્યું હતું?

ગઈકાલે પીએ મોદીએ ટ્વિટ કર્યું હતું, “આ રવિવાર, મારા સોશિયલ મીડિયા એકાઉન્ટ ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યૂટ્યૂબથી હટવાનું વિચારી રહ્યો છું. તમને તેના વિશે જણાવીશ.” પીએમ મોદીના આ ટ્વિટ બાદ અલગ અલગ અટકળો શરૂ થઈ ગઈ હતી. પરંતુ હવે પીએમ મોદીએ આ સસ્પેંસ પરથી પડધો ઉંચકી લીધો છે.

નોંધનીય છે કે, રવિવારે 8 માર્ચ છે. આ તારીખે સમગ્ર વિશ્વમાં મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.