નવી દિલ્હીઃ દિલ્હી પોલીસ દ્ધારા વારંવાર ચેતવણી છતાં તબલિગી જમાતની જિદ દેશને ભારે પડી રહી છે. છેલ્લા 24 કલાકમાં તબલિગી જમાતના કારણે દેશમાં કોરોના વાયરસના 386 નવા કેસ નોંધાયા છે. જેમાંથી 164 કેસ તબલિગી જમાત સાથે જોડાયેલા છે.



કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, દેશમાં કોરોના વાયરસના 386 નવા કેસ નોંધાયા છે અને અત્યાર સુધી કુલ 38ના મોત થયા છે. 132 લોકો સ્વસ્થ થઇને ઘરે ગયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના મતે કોરોના પોઝિટીવ કેસમાં વધારો તબલિગી જમાતના લોકોના કારણે આવ્યો છે. નવા કેસમાં જમ્મુ કાશ્મીરમાં 23, તેલંગણામાં 20, આંધ્રપ્રદેશમાં 17, અંદમાન નિકોબારમાં 9, તમિલનાડુથી 65, દિલ્હીમાં 18 અને પુડુચેરીમાં 2 નવા કેસ તબલિગી જમાતમાં ભાગ લેનારા અથવા તેમના સંપર્કમાં આવ્યાના કારણે વધ્યા છે.