Goa Tourist Privacy Safety Rule: ગોવામાં પ્રવાસીઓ માટે હવે સરકારે કેટલાક નવા નિયમો જાહેર કર્યા છે. જેનો ભંગ કરવા પર દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. ગોવામાં પ્રવાસીઓની ગોપનીયતા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારે નવી એડવાઈઝરી જારી કરી છે. નવા નિયમ અનુંસાર દારૂ પીવા અથવા ખુલ્લામાં ખોરાક રાંધવા બદલ 50,000 રૂપિયા સુધી દંડ ફટકારવામાં આવી શકે છે. તો બીચ પર દારૂ પીનારાઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.


પરવાનગી વિના પ્રવાસીઓના ફોટોગ્રાફ લેવા પર પ્રતિબંધ


ગોવા સરકારની નવી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, પ્રવાસીઓ સાથે કે એકલા ફોટોગ્રાફ લેતા પહેલા તેમની પરવાનગી લેવી જરૂરી બની રહેશે. ખાસ કરીને જ્યારે તેઓ તડકામાં સૂતા હોય અથવા દરિયામાં મજા માણી રહ્યાં હોય ત્યારે. સરકારનું કહેવું છે કે, આનાથી પ્રવાસીઓની ગોપનીયતાનું સન્માન થશે. આ ઉપરાંત ઓવરચાર્જિંગ ટાળવા માટે પ્રવાસીઓને ટેક્સીનું મીટર જોઈને ભાડું ચૂકવવા માટે પણ કહેવામાં આવ્યું છે.


'પ્રવાસીઓ ખુલ્લી જગ્યામાં ભોજન ના રાંધે'


ગોવા સરકારની એડવાઈઝરીમાં પ્રવાસીઓને પહાડો અને ખતરનાક જગ્યાઓ પર સેલ્ફી ન લેવા માટે કહેવામાં આવ્યું છે જેથી કરીને અકસ્માતોને અટકાવી શકાય. આ ઉપરાંત ગોવા સરકારે પ્રવાસીઓને ગોવાની ઐતિહાસિક ઈમારતોને નુકસાન ન પહોંચાડવાની પણ અપીલ કરી છે. એડવાઈઝરી અનુસાર, ગોવામાં આવતા પ્રવાસીઓને પણ ટૂરિસ્ટ ડિપાર્ટમેન્ટમાં નોંધાયેલી હોટલમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. આ કોઈ વિવાદને ટાળવા માટે  આ નિર્ણય લેવામાં આવ્યો છે. અનરજિસ્ટર્ડ હોટલોમાં રહેવું ઘણા પ્રવાસીઓને મોંઘુ પડી જાય છે.


26 જાન્યુઆરીએ એડવાઈઝરી જારી કરવામાં આવી 


ગોવાના પ્રવાસન વિભાગે 26 જાન્યુઆરીએ પ્રવાસીઓ માટે એક નવી એડવાઈઝરી જારી કરી હતી. જેની માર્ગદર્શિકા પ્રવાસીઓએ અનુસરવાની રહેશે. સરકારનું કહેવું છે કે, તેનો હેતુ પ્રવાસીઓની ગોપનીયતા, તેમની સુરક્ષા જાળવવાનો અને તેમને છેતરપિંડીથી બચાવવાનો છે.


Goa Tour Package: જો ગોવા જવાનો પ્લાન હોય ? તો IRCTC લઈ આવ્યું છે આ ભવ્ય પેકેજ


IRCTC દ્વારા ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં બે ટૂર પેકેજ શરૂ કરવામાં આવશે. જે યાત્રીઓને ઓછા ખર્ચમાં ગોવા જવાની તક આપશે. IRCTC Goa Tour Package: જો તમે ગોવાની મુલાકાત લેવાનું આયોજન કર્યું છે અને સસ્તા પેકેજની શોધમાં છો, તો IRCTC તમારા માટે બે શાનદાર પેકેજ લઈને આવ્યું છે. આ પેકેજ હેઠળ તમે ઓછા ખર્ચે ગોવાની યાત્રા પૂર્ણ કરી શકો છો. આ ટૂર પૅકેજ (IRCTC ટૂર પૅકેજ)માં તમને રહેવાની સગવડ, ફરવા માટે કૅબ, નાસ્તો અને અન્ય સુવિધાઓ આપવામાં આવશે.


IRCTC દ્વારા આ બે પેકેજ ફેબ્રુઆરી મહિનામાં લોન્ચ કરવામાં આવી રહ્યા છે. બંને પેકેજ હેઠળ 3 રાત અને 4 દિવસની મુસાફરી કરવામાં આવશે. એક પેકેજ ઈન્દોરથી શરૂ કરવામાં આવી રહ્યું છે, જ્યારે બીજું ટૂર પેકેજ પટનાથી શરૂ કરવામાં આવશે. ઈન્દોર થી ગોવા (ઈન્દોર થી ગોવા ટુર પેકેજ) ટુર પેકેજ 12 ફેબ્રુઆરી અને 1 માર્ચ થી ઓપરેટ કરવામાં આવશે.