આ મામલે તમે સરકારને અરજી કરોઃ ચીફ જસ્ટિસ
આ મામલે સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે કહ્યું કે, અમે પીએમ મોદીનું નિવેદન પણ જોયું છે કે આ મામલે ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે. કાયદો પોતાનું કામ કરશે, માટે અમે દખલ નહીં કરીએ. આ મામલે તમે સરકારને અરજી કરો.
અરજીમાં શું કહેવામાં આવ્યું હતું?
જણાવીએ કે, હિંસાના મામલે સુપ્રીમ કોર્ટમાં પાંચ અરજી કરવામાં આવી હતી. કોઈમાં તેને દેશ વિરોધી તત્વોનું ષડયંત્ર ગણાવ્યું છે, કોઈ અરીજમાં સરકાર અને પોલીસની બેદરકારી. કેટલીક અરજીમાં સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજની અધ્યક્ષતામાં પંચની માગ કરવામાં આવી છે. કેટલીક અરજીઓમાં કહેવામાં આવ્યું છે કે, તેમાં આંતરરાષ્ટ્રીય ષડયંત્રની આશંકાને ધ્યાનમાં રાખતા તપાસ NIAને સોંપવામાં આવવી જોઈએ.