નવી દિલ્હી: પહેલી સપ્ટેમ્બરથી લાગુ કરેલા નવા મોટર વ્હીકલ એક્ટરને લઈ દેશના અનેક વિસ્તારોમાં વિરોધ થઈ રહ્યો છે. ભારે ભરખમ દંડની જોગવાઈઓને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ટ્રાન્સપોર્ટ વેપારીઓ પણ આ નવા નિયમોને લઈને વિરોધ કરી રહ્યાં છે. ટ્રાન્સપોર્ટ વેપારીઓનું કહેવું છે કે સવાલ તેમની જીંદગી પર આવી ગયો છે. સરકાર તેમની માંગોને નહીં સ્વીકારે તો તેઓ 19 સપ્ટેમ્બરે દિલ્હીમાં ચક્કાજામ કરશે. ટ્રાન્સપોર્ટ વેપારીઓના સંગઠન યૂનાઈડેટ ફ્રંટ ઑફ ટ્રાન્સપોર્ટ એસોશિએશને 6 સપ્ટેમ્બરે પરિવહન મંત્રી નિતિન ગડકરીને પણ પત્ર લખીને રાહતની માંગ કરી હતી પરંતુ તેના પર આ પગલા લેવાયા નથી.




યૂનાઈટેડ ફ્રન્ટ ઑફ ટ્રાન્સપોર્ટ એસોસિએશને મોટર વ્હીકલ એક્ટને લઈને કેટલાક સૂચનો પણ આપ્યા છે. વેપારીઓનું કહેવું છે કે વિદેશી દંડની જેમ માત્ર રકમ જ વધારવી જોઈએ નહીં પણ તેવી સુવિધા પણ પૂરી પાડવામાં આવે અને સાયન્ટિફિક એવિડેનસ તરફ સરકાર ધ્યાન આપે. વેપારીઓએ કહ્યું કે ચલણનો અધિકાર માત્ર એસીપી અને એસડીએમ સ્તરના અધિકારીઓને જ હોવો જોઈએ જેથી કાયદાનો દુરુપયોગ ન થાય.

ગુજરાત સરકારની મોટી જાહેરાત, મોટર વ્હિકલ એક્ટમાં સુધારો કરી દંડની રકમ ઘટાડી, જાણો કયા ગુના માટે કેટલો દંડ?

વેપારીઓએ પોતાની સમસ્યા અંગે જણાવતા કહ્યું કે ચલણનો દંડ વધુ હોવાથી ડ્રાઇવરો પણ નોકરી છોડી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે નવા નિયમો લાગુ થયા બાદ ટ્રાન્સપોર્ટ વેપાર પર તેની નકારત્મક અસર જોવા મળી રહી છે.