Tripura Election 2023: ભાજપે ત્રિપુરા વિધાનસભા ચૂંટણી 2023 માટે તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પ્રથમ યાદીમાં 48 વિધાનસભા બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. યાદી જાહેર થતાં જ પૂર્વ સીએમ બિપ્લબ કુમાર દેબ ચૂંટણી નહીં લડે તેવી અટકળોને વેગ મળ્યો છે.
યાદીમાં પૂર્વ સીએમનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. કારણ કે તેમની બેઠક બનમાલીપુરથી ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ રાજીબ ભટ્ટાચાર્જી આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. સીએમ માણિક સાહાને ટાઉન બોર્ડોવાલી વિધાનસભા સીટથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી પ્રતિમા ભૌમિકનું નામ પણ આ યાદીમાં સામેલ છે. તેમને ધનપુર બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
બે મુસ્લિમ ઉમેદવારો
ભાજપની પ્રથમ યાદીમાં બે મુસ્લિમ ઉમેદવારો પણ સામેલ છે. તફઝલ હોસૈનને બોક્સનગરથી ટિકિટ આપવામાં આવી છે. જ્યારે કૈલાશહરથી મોહમ્મદ મોબેશર અલીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
16 ફેબ્રુઆરીએ મતદાન થશે
ચૂંટણી પંચે 18 જાન્યુઆરીએ ત્રિપુરામાં 60 બેઠકોવાળી વિધાનસભાની તારીખોની જાહેરાત કરી હતી. રાજ્યમાં 16 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. મતગણતરી 2 માર્ચે થશે. ત્રિપુરા વિધાનસભાનો કાર્યકાળ 22 માર્ચે સમાપ્ત થઈ રહ્યો છે.
ત્રિપુરા ચૂંટણી માટે 21 જાન્યુઆરીએ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. નોમિનેશનની છેલ્લી તારીખ 30 જાન્યુઆરી છે. 2 ફેબ્રુઆરી સુધી નામાંકન પરત ખેંચી શકાશે.
ત્રિપુરામાં ભાજપ સતત બે ટર્મથી સત્તામાં છે, પરંતુ આ વખતે ભાજપ સામે મોટો પડકાર છે. ગત વખતે ભાજપે પોતાના દમ પર બહુમતી હાંસલ કરી હતી, પરંતુ તેની અને સીપીએમ વચ્ચેના વોટ શેરમાં તફાવત માત્ર 1.25 ટકા હતો. ભાજપે 2022માં બિપ્લબ દેબને હટાવીને માણિક સાહાને મુખ્યમંત્રી બનાવ્યા હતા. પરંતુ આ દાવ કેટલો અસરકારક છે તે તો ચૂંટણીમાં જ ખબર પડશે.
Lok Sabha Election : ભાજપ 2024માં ફરી બોલાવી શકે છે સપાટો, ઉત્તર પ્રદેશ ફરી સૌને ચોંકાવશે
Mood Of The Nation Survey for Lok Sabha Election: લોકસભા ચૂંટણી 2024નો ધમધમાટ શરૂ થઈ ગયો છે. પોતાની ગત રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકથી જ ભાજપ લોકસભા ચૂંટણી માટે મિશન મોડમાં આવી ગયું છે. જ્યારે કોંગ્રેસ સહિત બાકીના પક્ષો હજુ પણ તેના માટે વ્યૂહરચના બનાવવામાં લાગી ગયા છે. કેટલાક વિરોધ પક્ષો હજુ પણ આશાવાદી છે કે ચૂંટણી પહેલા ત્રીજો મોરચો અસ્તિત્વમાં આવી જશે. તાજેતરમાં હાથ ધરવામાં આવેલા સર્વેના રિપોર્ટ વિરોધ પક્ષોની ઉંઘ હરામ કરી શકે છે. આજે જ ચૂંટણી યોજાય તો કોની સરકાર રચાય તેને લઈને પણ ખુલાસો થયો છે.
જનતાનો મૂડ શું છે તેનો ચિતાર આપતા સર્વેએ રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવ્યો છે. 'મૂડ ઓફ ધ નેશન' સર્વેના પરિણામોમાં દાવો કરવામાં આવ્યો છે કે, જો આજે ચૂંટણી થશે તો દેશમાં ફરી એકવાર બીજેપીના નેતૃત્વવાળી રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનની સરકાર બનશે. આ સર્વે તાજેતરમાં સી-વોટર ફોર ઈન્ડિયા ટુડે દ્વારા કરવામાં આવ્યો હતો જેના પરિણામો ન્યૂઝ ચેનલ પર જાહેર થયા હતા. આ મામલે ઘણા નેતાઓની પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે.
આજે ચૂંટણી થશે તો કોની સરકાર બને?
સર્વે અનુસાર દેશની 543 લોકસભા સીટોમાંથી 298 સીટો પર એનડીએનો કબજો છે, 153 સીટો કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ અને 92 સીટો અન્ય પ્રાદેશિક પાર્ટીઓ પાસે જશે. સર્વેમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, દેશના સૌથી મોટા રાજ્યમાં (લોકસભા બેઠકોની દૃષ્ટિએ) આજે ચૂંટણી થાય તો ભાજપને સૌથી વધુ બેઠકો મળશે. એટલે કે દેશ હોય કે દેશનું સૌથી મોટું રાજ્ય ઉત્તર પ્રદેશ સર્વે મુજબ ભાજપ બંને સ્તરે ઐતિહાસિક પ્રદર્શન કરશે