Tushar Gandhi Detained: મહાત્મા ગાંધીના પપૌત્ર તુષાર ગાંધીને મુંબઈમાં અટકાયત કરવામાં આવી છે, અને કસ્ટડીમાં છે. તેમને ખુદ ટ્વીટ કરીને આ વાતની પુષ્ટિ કરી છે. તુષાર ગાંધીએ કહ્યું કે તેઓ 'ભારત છોડો આંદોલન'ની વર્ષગાંઠની ઉજવણી કરવા માટે બહાર ગયા હતા, પરંતુ સાંતાક્રુઝ પોલીસે તેમને કસ્ટડીમાં લઇ લીધા છે. તુષાર ગાંધીએ ટ્વીટ કર્યું, સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં પહેલીવાર મારી અટકાયત કરવામાં આવી. હું 9મી ઓગસ્ટે ભારત છોડો આંદોલનની વર્ષગાંઠની ઉજવણી કરવા ઘરેથી નીકળ્યો હતો, મને સાંતાક્રુઝ સ્ટેશન પર અટકાયતમાં લેવામાં આવ્યો હતો. મને ગર્વ છે કે મારા પરદાદા બાપુ અને બાની પણ આ ઐતિહાસિક તારીખે અંગ્રેજ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.


જોકે, બાદમાં તુષાર ગાંધીએ ટ્વીટ કરીને બતાવ્યુ કે, પોલીસે હવે તેને જવાની અનુમતિ આપી દીધી છે, તે ઓગસ્ટ ક્રાંતિ મેદાન તરફ જઇ રહ્યાં છે. 


હકીકતમાં, દર વર્ષે 'ભારત છોડો આંદોલન'ની વર્ષગાંઠ પર ગીરગાંવ ચોપાટી ખાતેની તિલક પ્રતિમાથી ઓગસ્ટ ક્રાંતિ મેદાન સુધી લોક આંદોલન તરીકે કૂચ કાઢવામાં આવે છે. આરોપ છે કે, પોલીસે તુષાર ગાંધી અને તિસ્તા સેતલવાડને બુધવારે સવારે માર્ચમાં ભાગ ના લેવા કહ્યું હતું. બાદમાં પોલીસે તેમને કસ્ટડીમાં લીધા હતા. તેમની સાથે 50 કાર્યકરોની પણ અટકાયત કરવામાં આવી હતી. સાથે જ તિસ્તા સેતલવાડને ઘરમાં જ રહેવા માટે કહેવામાં આવ્યું છે. તિસ્તા સેતલવાડે ટ્વીટ કર્યું કે મને માર્ચમાં સામેલ થવાથી રોકવા માટે મારા ઘરની બહાર 20 જવાનોની પોલીસ ટુકડી તૈનાત કરવામાં આવી છે.


કોણ છે તુષાર ગાંધી ?
તુષાર ગાંધીનું પૂરું નામ તુષાર અરુણ ગાંધી છે. તેમના પિતા અરુણ મણીલાલ ગાંધી હતા. તુષાર મણિલાલ ગાંધીના પૌત્ર છે. તેમણે ગુજરાતના વડોદરામાં મહાત્મા ગાંધી ફાઉન્ડેશનની સ્થાપના કરી છે. તે પોતાના પરિવાર સાથે મુંબઈમાં રહે છે. તુષાર ગાંધી થોડાક દિવસો પહેલા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં દેખાયા હતા. 


 


ગાંધી ગોડસે ફિલ્મ વિશે પણ તુષાર ગાંધીએ આપી હતી પ્રતિક્રિયા- 


 બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મમેકર રાજકુમાર સંતોષી પોતાની આગામી ફિલ્મ 'ગાંધી ગોડસેઃ એક યુદ્ધ' લઈને આવી રહ્યા છે. ફિલ્મના શીર્ષક પરથી સ્પષ્ટ થાય છે કે ફિલ્મની વાર્તા મહાત્મા ગાંધી અને નાથુરામ ગોડસે વચ્ચેના વિચારોના યુદ્ધની વાર્તા છે. જો કે આ ફિલ્મનું ટ્રેલર બહાર આવતાની સાથે જ મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું હતું કે તેઓ એવી કોઈ ફિલ્મ નહીં જુએ જેમાં હત્યારાઓને વખાણવામાં આવ્યા હોય. હવે ફિલ્મમેકર રાજકુમાર સંતોષીએ તુષારના આ નિવેદન પર પોતાની વાત રજૂ કરી છે.


મેં ગોડસે વિશે કંઈ બતાવ્યું નથી: રાજકુમાર 


રાજકુમાર સંતોષીએ વાતચીતમાં કહ્યું, 'ગોડસેએ ગાંધીજીની હત્યા કરી હતી. પરંતુ મે તે વાત રજૂ કરી છે જે તેઓએ પોતે કહી છે. મે બનાવીને કોઈ વાત રજૂ કરી નથી. જો તમે એવું વિચારો છો કે સાચી વાત પણ બહાર ના આવવી જોઈએ તો એ તો ખોટું છે. સાચું જાણવાનો તેનો અને લોકોનો અધિકાર છે. અને જે લોકો આનો વિરોધ કરી રહ્યા છે. મે પણ ભોપાલમાં જોયું કે લોકો માંરૂ પૂતળું સળગાવી વિરોધ કરી રહ્યા છે. અને ધમકી આપી રહ્યા છે કે ફિલ્મ થિયેટરમાં રિલીઝ થઈ તો થિયેટર સળગાવી દઇશું.










તેમણે વધુમાં કહ્યું, 'તે કહે છે કે તે ગાંધીના અનુયાયી છે અને અમે ગાંધીજી વિશે કંઈક ખોટું કહ્યું છે. ગાંધીજીએ સત્ય, અહિંસા અને શાંતિની વાત કરી છે... જો ગાંધીજી સાચા અર્થમાં અનુયાયી હોત તો શું ગાંધીજીને આ વાત મંજૂર હોત? શું આ તેમનો વિરોધ કરવાની રીત હતી? તેઓ કઈ ફિલસૂફીને અનુસરે છે, તેઓ કોને આદર્શ માને છે? તમારી નારાજગી બતાવવાનો એક માર્ગ છે, તે થિયેટરને આગ લગાડવાનો માર્ગ નથી. આ તમે લોકો ગાંધી પાસેથી શીખ્યા છો? હું તમારા કરતાં ગાંધીવાદ સારો છું. મેં આજ સુધી હિંસાને હથિયાર બનાવ્યું નથી. અને તમે કયા આધારે વિરોધ કરી રહ્યા છો? ટ્રેલર જોઈ રહ્યા છો? આ બતાવે છે કે તમે કેટલા બુદ્ધિહીન છો.


તુષાર ગાંધી માટે આ વાત કહી


સંતોષીએ કહ્યું, 'તમે ફિલ્મ જોયા પછી જાણી શકશો કે જો ગાંધીજીએ આવું કહ્યું હતું, તો ગોડસેએ શું કહ્યું હતું અથવા જો ગાંધીજી આવું કહે છે, તો ગોડસેનો શું જવાબ છે. તમે ફિલ્મ જોયા પછી પ્રતિક્રિયા આપો. તમે ટીઝરથી જ તમારું મન બનાવી લીધું છે કે તમે થિયેટરમાં આગ લગાવી દેશો. આ ખોટું છે. હું તુષાર ગાંધીને પણ કહેવા માંગુ છું કે એકવાર ફિલ્મ જુઓ અને કહો કે મેં તેમાં શું ખોટું બતાવ્યું છે.


તુષાર ગાંધીએ કહ્યું હતું- હું આવી ફિલ્મો જોવા નથી માંગતો


જણાવી દઈએ કે હાલમાં જ ANI સાથે વાત કરતા તુષાર ગાંધીએ કહ્યું હતું કે ગોડસે તેમના માટે હીરો છે અને જો તેઓ તેને હીરો તરીકે બતાવે તો તેમાં કોઈ આશ્ચર્ય નથી. તેમણે કહ્યું હતું કે હું એવી ફિલ્મો જોવા નથી માંગતો જે હત્યારાઓને વખાણતી હોય. જણાવી દઈએ કે આ ફિલ્મ 26 જાન્યુઆરી 2023ના રોજ રીલિઝ થઈ રહી છે.