નવી દિલ્હી: રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ પુલવામા હુમલા કેસમાં વધુ એક સફળતા મળી છે. NIAએ એક પિતા-પુત્રીની ધરપકડ કરી છે. ગત વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલમાં સામેલ સ્યૂસાઈડ બોમ્બર આદિલ ડાર, શાકિર માગરે અને જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર્સને આશ્રય આપવાનો આરોપ છે. હાલમાં બન્નેની પૂછપરછ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે, શાકિર બશીર માગરેને ગત અઠવાડિયામાં આ આદિલની મદદ કરવાના આરોપમમાં ધરપકડ કરી હતી. NIA અનુસાર, શાકિરે ખુલાસો કર્યો હતો કે તેણે આદિલ ડારને અને પાકિસ્તાની આતંકી ઉમર ફારુકને પોતાના ઘરમાં આશરો આપ્યો હતો.
વર્ષ 2018ની શરૂઆતથી ફેબ્રુઆરી9માં પુલાવામાં હુમલો થયો ત્યાં સુધી શાકિરે તેનો પોતાના ઘરમાં શરણ આપી હતી. તેણે આ બન્નેને આઈઈડી બનાવવામાં પણ મદદ કરી હતી. શાકિર 15 દિવસ માટે એનઆઈએની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. શાકિર પુલવામાનો છે અને તેની ફર્નીચરની દુકાન છે.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ પુલાવામામાં સીઆરપીએફના કાફલા પર મોટો આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં સીઆરપીએપના 40 જવાન શહીદ થઈ ગયા હતા.