નવી દિલ્હી: મહારાષ્ટ્રના સતારા સંસદીય ક્ષેત્રથી રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી)ના સાસંદ તથા છત્રપતિ શિવાજી મહારાજના વંશજ ઉદયાનરાજે ભોસલે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની હાજરીમાં ભાજપમાં સામેલ થયા છે. તે દરમિયાન મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડનવીસ પણ હાજર રહ્યા હતા. ઉદયાનરાજે ભોસલેએ આજે સવારે જ પોતાનું રાજીનામું લોકસભા અધ્યક્ષને સોંપ્યું હતું.


ઉદયાનરાજેના રાજીનામાથી શરદ પવારની પાર્ટી એનસીપીને મોટો ઝટકો લાગ્યો છે. ઉદયાનરાજે એનસીપીના કદાવર નેતા હતા. શુક્રવારે ખુદ ઉદયાનરાજે સોશિયલ મીડિયા પર ભાજપ જોડવા અંગે જાણકારી આપી હતી.

ટ્રાફિક મેમોના તમામ રેકોર્ડ ધ્વસ્ત, ઓડિશામાં ટ્રક માલિકને 6 લાખ રૂપિયાનો દંડ થયો, તોડ્યા 7 નિયમ

વધુ એક ભાજપ શાસિત રાજ્યએ નવા ટ્રાફિક નિયમો પર લગાવી રોક, જાણો વિગત

PM મોદીના જન્મદિવસ નિમિત્તે BJPએ ‘સેવા સપ્તાહ’ની કરી શરૂઆત, અમિત શાહ-જેપી નડ્ડાએ AIIMSમાં ફળો વહેંચ્યા- સફાઈ કરી