નવી દિલ્હીઃ કોરોનાના વધતા કહેરને લઈ યુજીસી નેટની (UGC Net May Exam 2021) પરીક્ષા પણ સ્થગિત કરી દેવામાં આવી છે. કેન્દ્રીય શિક્ષા મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે (Dr. Ramesh Pokhriyal Nishank) ટ્વીટ કરીને જાણકારી આપી છે. શિક્ષણ મંત્રીએ ટ્વીટ કરીને લખ્યું, #Covid19outbreak દરમિયાન ઉમેદવારો અને પરીક્ષા અધિકારીઓની સુરક્ષા તથા કલ્યાણને ધ્યાનમાં રાખી મેં DG NTAને યુજીસી નેટ ડિસેમ્બર સાયકલની પરીક્ષા સ્થગિત કરવાની સલાહ આપી છે.


પરીક્ષાની નવી તારીખો હવે પછી જાહેર કરાશે. અત્યાર સુધી કોરના કારણે દેશમાં તમામ પરીક્ષાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. કોરોના વાયરસના કારણે અનેક રાજયોમાં કડક પ્રતિબંધો છે.


કેન્દ્રીય મંત્રીએ ટ્વીટ કરીને લખ્યું, કેન્ડીડેટ્સ અને પરીક્ષા અધિકારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી મેં નેશનલ ટેસ્ટિંગ એજન્સીને યૂજીસી નેટ મે 2021 પરીક્ષાને સ્થગિત કરવાની સલાહ આપી હતી. હું તમામને સુરક્ષિત રહેવા તથા કોવિડ-19 માટે જરૂરી સાવધાની રાખવાની વિનંતી કરું છું.



હેલ્પ લાઈન નંબર કર્યો જાહેર


નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ યૂજીસી નેટની પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવી ચુકેલા ઉમેદવારો માટે હેલ્પ લાઇન નંબર 011-4075900 જાહેર કર્યો છે. જેના પર કોલ કરીને પરીક્ષા સંબંધિત વધારે જાણકારી લઈ શકાય છે. આ ઉપરાંત ugcnet@nta.ac.un પર ઈમેલ કરીને વધારે માહિતી મેળવી શકાય છે.


નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ કહ્યું કે, નવી તારીખોની જાહેરાત પરીક્ષા યોજોવાના ઓછામાં ઓછા 15 દિવસ પહેલા કરવામાં આવશે.


રાજ્યમાં લોકડાઉન લાદવા મુદ્દે રૂપાણીએ શું કરી મોટી જાહેરાત ?


ગુજરાતના આ મોટા શહેરમાં કોરોના સામે લડવા પાટીદાર સમાજ મેદાનમાં, સમાજની વાડીમાં કોરોના કેર સેન્ટર શરૂ કરાયું


ગુજરાતમાં કયા ગામડા, શહેરોએ લગાવ્યું લોકડાઉન ? જાણો વિગત


અમદાવાદના કમિશ્નર તરીકે નેહરાને પાછા લાવવાની ક્યા ધારાસભ્યે કરી માંગ ? નેહરા આંકડા છૂપાવતા નહોતા તેથી..........


Gujarat Lockdown: સુરતના કયા મોટા વેપારી સંગઠનોએ કરી લોકડાઉનની માંગ, જાણો વિગત


અમદાવાદમાં પાશવી ગેંગ રેપ, 24 વર્ષની યુવતીને ઉઠાવી જઈ આપી ઘેનની ગોળીઓ. ક્યા વિસ્તારમાં ગોંધી રાખીને  વારંવાર કર્યો રેપ ?