નવી દિલ્હી: કોરોના વાયરસથી બચવા માટે રસી સૌથી મોટું હથિયાર માનવામાં આવે છે. આ દરમિયાન, સૂત્રોનું કહેવું છે કે યુકેથી ભારત આવતા યુકેના નાગરિકોએ આગમન બાદ 10 દિવસ સુધી ઘરે અથવા આપેલા સરનામા પર ફરજિયાત ક્વોરન્ટાઇન રહેવું પડશે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે તાજેતરમાં બ્રિટને પણ ભારતના નાગરિકો માટે સમાન પ્રક્રિયામાંથી પસાર થવાની જાહેરાત કરી હતી.
બ્રિટેનમાં યાત્રા કરવાને તેમણે કોરોનાને લઈને જુદા જુદા નિયમો બનાવ્યા છે. જેમા શરૂઆતમાં તેમણે કોવિશીલ્ડ વેક્સિનને મંજૂરી પણ નહોતી આપી. પરંતુ બાદમાં ભારતના દબાણમાં આવીને તેમણે વેક્સિનને મંજૂરી આપી હતી. ત્યારે હવે ભારત દ્વારા પણ યુકેના નાગરીકો માટે કડક નીયમો જાહેર કરવામાં આવ્યા છે.
નવા નિયમો પ્રમાણે બ્રિટિશ નાગરીકોએ વેક્સિન લીધી હશે તો પણ તેમણે કોરોના ટેસ્ટ કરાવા પડશે. સાથેજ તેમણે ભારતમાં ક્વોરન્ટિન પણ રહેવું પડશે આપને જણાવી દઈએ કે આ નિયમો 4 ઓક્ટોબરથી યૂકેના દરેક નાગરીકો પર લાગૂ કરવામાં આવ્યો છે.
નવા નિયમો અનુસાર, યુકેના નાગરિકો માટે મુસાફરી પહેલા 72 કલાકની અંદર કોરોના ટેસ્ટ કરાવવો ફરજિયાત રહેશે. તો ભારત આવ્યા પછી એરપોર્ટ પર કોરોના ટેસ્ટ કરાવવો પડશે. આ સિવાય ભારત આવ્યા પછી 8 મા દિવસે નાગરિકોએ કોરોના ટેસ્ટ કરાવવો જરૂરી રહેશે. યુકેના નાગરિકો ભારત પહોંચ્યા પછી 10 દિવસ માટે હોમ ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે.
દેશમાં કોરોના વાયરસ
દેશમાં જીવલેણ કોરોના વાયરસના કેસો ઘટ્યા બાદ ફરી એકવાર વધ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 26 હજાર 727 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, 277 લોકો મૃત્યુ પામ્યા હતા. આજે જાણો દેશમાં કોરોનાની હાલની સ્થિતિ શું છે.
28 હજાર 246 લોકો સાજા થયા છે
આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં 28 હજાર 246 લોકો સાજા થયા છે. જે બાદ સાજા થનારા લોકોની સંખ્યા વધીને ત્રણ કરોડ 30 લાખ 43 હજાર 144 થઈ ગઈ છે. તે જ સમયે, હવે એક્ટિવ કેસ 2 લાખ 75 હજાર 224 થઈ ગયા છે. ડેટા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના ત્રણ કરોડ 37 લાખ 66 હજાર 707 કેસ નોંધાયા છે, જેમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં ચાર લાખ 48 હજાર અને 339 લોકોના મોત થયા છે.