દિલ્લી: સીપીએમના રાજ્યસભાનાં સાંસદ બ્રિંદા કરાતે ઉના કાંડને લઈને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, ‘આજે દલિત યુવાનો સામેથી મોત માંગી રહ્યા છે એ જ બતાવે છે કે આ ઘટના કેટલી સંવેદનશીલ છે.’

 

નિવેદન દરમિયાન તેમણે પીએમ મોદી પર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે, ‘આ ઘટના બન્યાને ઘણા દિવસ થઈ ગયા હોવા છતા પીએમ મોદીએ હજુ સુધી કોઈ દુ:ખ વ્યક્ત કર્યું નથી કે નથી આ ઘટના પર પોતાના મનની વાત કરી. આ ઘટના પીએમ મોદીના ઘર ગુજરાતમાં બની છે ત્યારે તેઓ મૌન કેમ છે? નરેન્દ્ર મોદી હંમેશા ગુજરાત મોડેલ વિશે મોટી મોટી વાતો કરતા હોય છે ત્યારે આજે જ્યારે તેમનું આ ગુજરાત મોડેલ ગુજરાતનાં જ રસ્તાઓ પર ભડકે બળી રહ્યું છે ત્યારે તેઓ કેમ ચૂપ છે’