નાણામંત્રીએ કહ્યું, “પશ્ચિમ બંગાળમાં કોલકાતા-સિલીગુડી માટે નેશનલ હાઈવે પ્રોજેક્ટ હશે. બંગાળમાં નેશનલ હાઈવે પર 25,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. બંગાળમાં 675 કિલોમીટર નેશનલહાઈવે બનાવવામાં આવશે.”
તેની સાથે જ નાણામંત્રીએ તમિલનાડુ, કેરળ અને અસમ માટે પણ મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, “3500 કિમી નેશનલ હાઈવે પ્રોજેક્ટ અંતર્ગત તમિલનાડુમાં 1.03 લાખ કરોડ રૂપિયા ખર્ચ થશે. તેનું કન્સ્ટ્રક્શન આગામી વર્ષથી શરૂ થશે. 1100 કિમી નેશનલ હાઈવે કેરળમાં બનશે. તે અંતર્ગત મુંબઈ-કન્યાકુમારી કોરિડોર પણ બનશે. કેરળમાં તેના પર 65 હજાર કરોડ રૂપિયા ખર્ચ થશે. 34 હજાર કરોડ રૂપિયા અસમમાં નેશનલ હાઈવે પર ખર્ચ થશે.
કોરોનાને લઈને નાણામંત્રીએ કહ્યું કે, આ બીમારીની અસર વિશ્વભરમાં જોવા મળશે અને ભારતે આ મહામારીનો સામનો કરવા માટે મોટા પગલા લીધા છે. નાણામંત્રીએ કહ્યું કે, કોરોના મહામારીએ અમારા પડકાર વધાર્યા છે. કોરોનાને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા પર અસર પડે છે.