જણાવીએ કે, પીએમ મોદીએ પોતાની નવી કેબિનેટમાં ડોક્ટર હર્ષવર્ધનને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની જવાબદારી સોંપી છે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર હર્ષવર્ષન પોતાના મંત્રાલયનો કાર્યભાર સંભાળવા માટે સાઈકલ લઈને મંત્રાલય પહોંચ્યા હતા.
કેન્દ્રીય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને બાદમાં મંત્રાલય પહોંચી પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો. કાર્યભાર સંભાળ્યા બાદ મંત્રાલયના અધિકારીઓએ મંત્રીને ફૂલોનું બુકે આપીને તેમનું સ્વાગત કર્યું હતું. આ પહેલા 30 મેના રોજ રાજ્યસભા સાંદ અને ભાજપ નેતા મનસુખ માંડવિયા પણ સાઈકલ લઈને મંત્રી પદના શપધ લેવા રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. મનસુખ માંડવિયાને આ વખતે શિપિંગ અને રસાયણ અને ફર્ટિલાઈઝર મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) બનાવવામાં આવ્યા છે.