નવી દિલ્હી: કેંદ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહ સાર્ક (SAARC)ના સમ્મેલનમાં ભાગ લેવા માટે પાકિસ્તાન જશે. તેમનો આ પ્રવાસ 3 અને 4 ઓગસ્ટની વચ્ચે રહશે. સૂત્રોના મતે, ગૃહ મંત્રી આ સમ્મેલનમાં સીમા પર વધી રહેલા આતંકનો મુદ્દો પણ ઉઠાવશે.
ગૃહમંત્રીનો પાકિસ્તાન પ્રવાસ એટલા માટે મહત્વનો છે કે કાશ્મીરમાં ચાલી રહેલી હિંસા અને ગતિવિધિઓને લઈને બન્ને દેશ એક બીજાના દુશ્મન બનેલા છે. હાલમાં કાશ્મીરમાં થયેલી હિંસા પાછળ પાકિસ્તાનનો હાથ હોવાનું જાણવા મળ્યું છે.
નવેમ્બર 2015માં ઢાકામાં મળેલી સાર્કની બેઠકમાં તમામ દેશોના પ્રમુખોએ એ વાત પર સહમતિ સાંધી હતી કે, તેમના દેશોના ગૃહમંત્રી દરેક વર્ષે અંદરો અંદર સહયોગ વધારવા અને સંબંધોને સુધારવાની દિશામાં પ્રયાસ કરશે, આ બેઠક પહેલા ગૃહ સચિવ સ્તરની પણ વાતચીત થશે. તેના પછી સાર્કના ગૃહ મંત્રી સ્તરની પહેલી બેઠક 11 મે 2006ના રોજ ઢાકામાં મળી હતી. અને 2007માં આ બેઠક દિલ્હીમાં મળી હતી.